Health tips: સાંધાનો દુઃખાવો સતાવે છે? જીવનશૈલીમાં કરો આ ફેરફાર, મળશે રાહત

સાંધાના દુઃખાવાની પ્રતિકાત્મક તસવીર

How To Reduce Joint Pain Naturally: યુરિક એસિડ વધી જવાથી કેટલાક લોકોમાં સાંધાનો દુ:ખાવો(Joint Pain) જોવા મળે છે. અલબત્ત સૌથી વધુ દુ:ખાવાની ફરિયાદ વૃદ્ધો કરતા હોય છે. દુ:ખાવામાં રાહત મેળવવા તેઓ અલગ-અલગ બામનો પ્રયોગ કરે છે.

  • Share this:
How To Reduce Joint Pain Naturally: એક જ સ્થળે બેસીને કામ કરવાથી, તો ઘણી વખત વધુ પડતું કામ કરવાથી સાંધાના દુ:ખાવા(Joint Pain)ની સમસ્યા ઊભી થાય છે. વર્તમાન જીવનશૈલીમાં સાંધાના દુ:ખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જેની પાછળ ખરાબ જીવનશૈલી (lifestyle) અને અનિયમિત ખાનપાન જેવા કારણો જવાબદાર છે. યુરિક એસિડ વધી જવાથી કેટલાક લોકોમાં સાંધાનો દુ:ખાવો(Joint Pain) જોવા મળે છે. અલબત્ત સૌથી વધુ દુ:ખાવાની ફરિયાદ વૃદ્ધો કરતા હોય છે. દુ:ખાવામાં રાહત મેળવવા તેઓ અલગ-અલગ બામનો પ્રયોગ કરે છે. તેનાથી દુ:ખાવામાં થોડી રાહત તો થાય છે, પરંતુ ફરીથી દુ:ખાવો શરૂ થઇ જાય છે. આવી સ્થિતિમાં દવાનો ઉપયોગ અન્ય સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.

હેલ્થલાઇનના મત મુજબ અહીં ઘરે બેઠા ઉપયોગ થઈ શકે તેવા ઉપાય આપવામાં આવ્યા છે. તેના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. તો ચાલો જાણીએ કે, સાંધામાં દુઃખાવો હોય તો ક્યા ઉપાય કરવા જોઈએ.

ચાલો અને કસરત કરો
જો તમે દરરોજ કસરત કરો અને સવાર-સાંજ ચાલવા નીકળો તો સમયાંતરે સાંધાના દુ:ખાવાની તકલીફ ઓછી થઈ જશે. સામાન્ય રીતે જ્યારે પણ તમે કસરત કરો, ત્યારે ઓસ્ટીયોપોરોસિસનો વિકાસ ધીમો પડી જાય છે. ઓસ્ટીયોપોરોસિસ સાંધાના દુ:ખાવાનું સૌથી મોટું કારણ છે. જેથી શક્ય હોય તેટલી એક્ટિવ લાઇફ જીવો.

આ પણ વાંચોઃ-Health tips for Kidney: કિડનીની સમસ્યા છે તો આ 10 વસ્તુઓને કહો ના, નહીં તો થઇ શકે છે નુકસાન

વજન ઓછું કરો
જો તમારું વજન વધતું હોય તો પણ સાંધાના દુ:ખાવાની તકલીફ ઉભી થઇ શકે છે. વજન વધવાથી ગોઠણ સહિતના અંગો પર વધુ પડતું દબાણ આવે છે. પરિણામે દુ:ખાવો થવા લાગે છે. વજન ઓછું કરવા માટે આરોગ્યપ્રદ ખોરાક લો. ફાયબર, વિટામિન ડી, કેલ્શિયમથી ભરપૂર ભોજન કરો.

આ પણ વાંચોઃ-Health tips: વજન ઘટાડવાથી લઈ અસ્થામાને કંટ્રોલ કરે છે બ્રાઉન સુગર, આવી રીતે કરો ઉપયોગ

ફિઝિયોથેરાપીની મદદ લો
તમે વૃદ્ધ હોવ અને વોક કે જોગિંગ ન કરી શકો તો ફિઝિયોથેરાપિસ્ટ સાથે ચર્ચા કરો. તેમને સમસ્યા જણાવો. ગોઠણની નિયમિત માલિશ કરવાથી પણ દુ:ખાવો ઓછો થઈ શકે છે.

એક્યુપંચર
એક્યુપંચર નેચરલ થેરાપી છે. જે સાંધાના દુ:ખાવાને રાહત પહોંચાડે છે. તેની મદદથી ગોઠણ કે સાંધાના દુ:ખાવા અને સોજાને ઓછો કરી શકાય છે.
First published: