Astrology: ઘણાં પ્રશ્નોનાં જવાબ આપણાં હાથમાં હોય છે કહેવાય છે ને. પણ આજે અમે જે મુદ્દા પર વાત કરી રહ્યાં છીએ તે માટે એવું લાગે કે કદાચ આ વાત હસ્ત રેખાને (Palm Reading) અનુસાંધનમાં ન કહેવાતી હોય. જી હાં આજે આપણે વાત કરીશું કે આપનાં જીવનમાં બાળક છે કે નહીં, કેટલાં બાળક છે. ક્યારે થશે બાળક તેનું રહસ્ય હસ્ત રેખામાં છુપાયેલું છે.
-જો હથેળીનો શુક્ર પર્વત ઉગી રહ્યો છે તો એક સંતાનની પ્રાપ્તિ હોય છે. ત્યાં જ જો બુધ પર્વત પણ ઉગી રહ્યો છે તો વ્યક્તિ એકથી વધારે વખત પેરેન્ટ્સ બની શકે છે. -જો કઈ મહિલાની હથેળીમાં મિડલ અને લિટલ ફિંગરની વચ્ચે ચિન્હ છે તો આ સંતાન સુખમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. એવી સ્થિતિમાં સંતાન સુખમાં મોડુ થઈ શકે છે.
-નાની આંગળીની વચ્ચે બુધ-પર્વત પર સંતાન રેખા ઉભરીને આવતી હોય તો આ જગ્યા પર જેટલી રેખા હોય છે તેટલી વખત પેરેન્ટ્સ બનાય છે. -સંતાન રેખા પર તલ અશુભ માનવામાં આવે છે. એવામાં સંતાન સુખમાં સમસ્યા આવે છે. આ ઉપરાંત તૂટેલી સંતાન રેખા મનુષ્યને સંતાન સુખથી વંચિત રાખે છે. -જેમની હથેળીમાં સંતાન રેખા જેટલી સ્પષ્ટ અને ઉભરેલી જોવા મળે છે. તેમને સંતાન પાસેથી તેટલો જ વધારે પ્રેમ અને સુખ મળે છે.
જો હથેળીના બુધ પર્વતનું ક્ષેત્ર બિલકુલ પુષ્ટ છે અને અહીં દ્વીપનો ચિન્હ છે તો સંતાન પ્રાપિ માટે શુભ નહીં હોય. આવી હથેળી વાળાને સંતાન સુખમાં મુશ્કેલી આવી શકે છે. -હથેળીમાં શુક્ર અને બુધ પર્વત જેટલા વધારે સ્પષ્ટ બનેલા હોય. પુત્ર પ્રાપ્તિની સંભાવના તેટલી જ વધારે પ્રબળ થઈ જાય છે. જ્યારે રેખા હલ્કી અને એસ્પષ્ટ થવા પર વ્યક્તિને પુત્રી થાય છે.
-જો સંતાન રેખા નીચેથી ઉપરની તરફ જઈને બે ભાગોમાં વહેચાઈ જાય છે તો સંતાનને વધારે કષ્ટ સહન કરવું પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર