Home /News /dharm-bhakti /Hast Rekha Shastra: હથેળીમાં જો હોય આવી રેખાઓ તે મળી શકે છે સરકારી નોકરી, જાણો શું કહે છે તમારા હાથની રેખાઓ

Hast Rekha Shastra: હથેળીમાં જો હોય આવી રેખાઓ તે મળી શકે છે સરકારી નોકરી, જાણો શું કહે છે તમારા હાથની રેખાઓ

હથેળીની કેટલીક રેખાઓ પરથી તપાસો આયુષ્ય

Palmistry: વ્યક્તિ જીવનમાં કેટલો સફળ થશે અને કયા ક્ષેત્રમાં નામ કમાશે. વ્યક્તિ પાસે સરકારી નોકરી હશે કે નહીં, તે પણ હાથની રેખાઓ દ્વારા જાણી શકાય છે.

Hast Rekha Shastra: દરેક મનુષ્યની હથેળી પર અનેક પ્રકારની રેખાઓ અને નિશાન બનેલા હોય છે. આ રેખાઓનો અભ્યાસ કરવાથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. ઉપરાંત હાથની આ રેખાઓ વ્યક્તિના વિવિધ ગુણો અને તેના ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત આપે છે. હથેળીમાં જોવા મળતી કોઈપણ રેખાઓમાંથી કેટલીક તમારા વિવાહિત જીવન, સ્વાસ્થ્ય, શિક્ષા, લવ લાઈફ, કરિયર અને કેટલીક બિઝનેસ સાથે જોડાયેલી બાબતોની જાણકારી આપે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આ રેખાઓ દ્વારા એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ જીવનમાં કેટલો સફળ થશે અને કયા ક્ષેત્રમાં નામ કમાશે. વ્યક્તિ પાસે સરકારી નોકરી હશે કે નહીં, તે પણ હાથની રેખાઓ દ્વારા જાણી શકાય છે. તો ચાલો આજે જાણીએ જાણીએ હાથની કેટલીક ખાસ રેખાઓ વિશે.

સરકારી નોકરીવાળી હસ્તરેખા

હસ્ત રેખા શાસ્ત્ર (Hast Rekha Shastra) અનુસાર જો કોઈ વ્યક્તિની ભાગ્ય રેખા સીધી અને સ્પષ્ટ હોય તો તેનો અર્થ એ છે કે આવા લોકો તેમના જીવનમાં ઘણી ઊંચાઈઓ પર જાય છે. સમાજમાં આ લોકોનો ખૂબ દબદબો અને માન-સન્માન પણ હોય છે.

આ સિવાય હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની હથેળી પર સૂર્ય પર્વત સ્પષ્ટ હોય તો આવા વ્યક્તિનું જીવનભર સમાજમાં માન-સન્માન વધતું જ રહે છે. જે વ્યક્તિનો સૂર્ય પર્વત ઉપસેલો દેખાય છે અને સૂર્ય પર્વત પરથી સીધી રેખા નીકળે છે. આવા લોકો સરકારી નોકરીમાં ઉચ્ચ પદ મળવે તેવી શક્યતા વધુ હોય છે.

 આ પણ વાંચો - દુલ્હન ઘરમાં પ્રવેશ કરતી વખતે પગથી ચોખાનો કળશ શા માટે ઢોળે છે?

આ સિવાય પણ જેમની હથેળીમાં ગુરુનો પર્વત ઉપસેલો હોય અને ભાગ્ય રેખામાંથી કોઈ પણ રેખા તેની તરફ જાય તો આવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આ લોકોને સિવિલ સર્વિસ જેવી નોકરી સરળતાથી મળી જાય છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રી કે છોકરીના હાથમાં ભાગ્ય રેખા ચંદ્ર પર્વતમાંથી નીકળી હોય તો આવી છોકરીઓના લગ્ન કોઈ મોટા અધિકારી કે બિઝનેસ મેન સાથે થાય છે.

આ પણ વાંચો - Palmistry: પતન તરફ લઈ જાય છે હાથની આ રેખા, વેઠવા પડે છે ભયંકર કષ્ટ, ક્યાંક તમારી હથેળીમાં તો નથી ને!

આ સિવાય જે છોકરીની બે હથેળીઓ મળીને ચંદ્ર જેવો આકાર બનાવે છે તો આ છોકરીઓના લગ્ન સુંદર અને આકર્ષક છોકરા સાથે થાય છે. તેમજ તેમનું જીવન હંમેશા સુખમય અને ખુશહાલ રહે છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના હાથમાં મસ્તિષ્ક રેખાઓ જેટલી સ્પષ્ટ હોય છે. એ લોકો તેટલા જ બુદ્ધિશાળી હોય છે. આ સિવાય જે લોકોના મસ્તકની રેખા સીધી નથી થતી અને ચંદ્ર પર્વત તરફ આગળ વધે છે, આવા લોકોને કલા, કવિતા, સાહિત્ય, ચિત્ર કે શિલ્પકળા વગેરેમાં વધુ રસ ધરાવતા હોય છે.
First published:

Tags: Astrology, Dharam bhakti, Palmistry