ગાંધીનગર: હરસિદ્ધ માતાના પાંચમા પાટોત્સવમાં પ્રથમ વખત ભવ્ય બગલામુખી યાગ યોજાશે

News18 Gujarati
Updated: January 3, 2020, 7:38 PM IST
ગાંધીનગર: હરસિદ્ધ માતાના પાંચમા પાટોત્સવમાં પ્રથમ વખત ભવ્ય બગલામુખી યાગ યોજાશે
હરસિદ્ધી માતા પાટોત્સ ગાંધીનગર

ગાંધીનગરમાં પ્રથમ વખત બગલામુખી પિતામ્બરા યાગ થવા જઈ રહ્યો છે. આ મહાયજ્ઞમાં 51થી પણ વધારે બ્રાહ્મણો દ્વારા માતાજીના મુળમંત્રથી સવાલાખ મંત્રોનો હોમ પાંચ કુંડમાં થશે

  • Share this:
ગાંધીનગર ખાતે હરસિદ્ધ માતાના પાંચમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે હરસિદ્ધ માતાના પાટોત્સવમાં દિક્ષા પામેલા 51થી વધારે બ્રાહમ્ણો દ્વારા મહામંત્રોચ્ચાર સાથે ગાંધીનગરમાં પ્રથમ વખત બગલામુખી યાગ યોજાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર 3ડી, પ્લોટ નંબર 1031/2 મોટા 'ઘ' પાસે હરસિદ્ધ માતાનો પાંચમો પાટોત્સવ રવિવારે તા. 5-1-2020ના યોજાશે, જેમાં આ વખતે ગાંધીનગરમાં પ્રથમ વખત બગલામુખી (પિતામ્બરા યાગ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ મુદ્દે માહિતી આપતા આયોજક વિશ્વાસભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હરસિદ્ધ માતાના પાંચમા પાટોત્સવમાં પ્રથમ વખત બગલામુખી (પિતામ્બરા યાગ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, બગલામુખીને તંત્ર માર્ગની અધિષ્ઠાત્રી પણ કહેવામાં આવે છે. 10 મહાવિદ્યામાં બગલામુખી યાગનું દેવી સ્થાન માનવામાં આવે છે.

વિશ્વાસભાઈએ બગલામુખી યાગ વિશે વાત કરતા કહ્યું કે, બગલામુખી રાજસત્તાની દેવી પણ માનવામાં આવે છે. માતાજીની ઉપાસનાથી કોર્ટ-કચેરીમાં વિજય, રાજ્ય પ્રાપ્તિ તથા મોટા પદની પ્રાપ્તિ માટે થાય છે. તેમણે કહ્યું કે, દિક્ષા વગર માતાજીનો આ હોમ થાય નહી, તે માટે તેના નિષ્ણાત તથા દિક્ષિત બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ યોજાશે. ગાંધીનગરમાં પ્રથમ વખત બગલામુખી પિતામ્બરા યાગ થવા જઈ રહ્યો છે. આ મહાયજ્ઞમાં 51થી પણ વધારે બ્રાહ્મણો દ્વારા માતાજીના મુળમંત્રથી સવાલાખ મંત્રોનો હોમ પાંચ કુંડમાં થશે, તથા આ મહાયજ્ઞમાં માતાજીના દોરા પણ સિદ્ધ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, હરસિદ્ધ માતાના પાંચમા પાટોત્સમાં સવારે 8.30 કલાકે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે, જ્યારે સાંજે 5 કલાકે મહાયજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 6 કલાકે 108 તથા 1008 દિવાની મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
First published: January 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading