Home /News /dharm-bhakti /Kumbh Mela Haridwar 2021: જાણો હરિદ્વાર મહાકુંભમાં ક્યારે થશે ચાર શાહી સ્નાન

Kumbh Mela Haridwar 2021: જાણો હરિદ્વાર મહાકુંભમાં ક્યારે થશે ચાર શાહી સ્નાન

હરિદ્વારમાં 27 ફેબ્રુઆરીથી કુંભ મેળાની શરૂઆત થશે અને તેની પૂર્ણાહુતિ 27 એપ્રિલે થશે

હરિદ્વારમાં 27 ફેબ્રુઆરીથી કુંભ મેળાની શરૂઆત થશે અને તેની પૂર્ણાહુતિ 27 એપ્રિલે થશે

હરિદ્વારઃ કોરોના સંકટની વચ્ચે મહાકુંભ 2021 (Kumbh Mela Haridwar 2021) માટે આધ્યાત્મિક રાજધાની હરિદ્વારને તૈયાર કરવામાં આવી રહ્યું છે. હરિદ્વારમાં કરોડો રૂપિયાના ખર્ચે કુંભ કાર્ય થઈ રહ્યું છે. મોટાભાગનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વખતે કુંભમાં ચાર શાહી સ્નાન અને છ મુખ્ય સ્નાન હશે. કુંભ મેળાનું આયોજન 12 વર્ષ બાદ થાય છે, પરંતુ વર્ષ 2022માં ગુરૂ કુંભ રાશિમાં નહીં હોય. તેથી આ વખતે 11મા વર્ષે એટલે કે એક વર્ષ પહેલા જ મહાકુંભ પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

માઘ પૂર્ણિમા પર 27 ફેબ્રુઆરીથી કુંભ મેળાની શરૂઆત થશે. 20 ફેબ્રુઆરીની આસપાસ આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. કુંભ મેળાની અવધિ બે મહિનાની હશે. 27 એપ્રિલ સુધી ચાલનારા કુંભ દરમિયાન ચાર શાહી સ્નાન હશે.

હરિદ્વાર કુંભ 2021 શાહી સ્નાનની તારીખો

પહેલું શાહી સ્નાન 11 માર્ચ 2021, શિવરાત્રિના દિવસે થશે.
બીજું શાહી સ્નાન 12 એપ્રિલ 2121, સોમવતી અમાવસ્યાના દિવસે થશે.
ત્રીજું શાહી સ્નાન 14 એપ્રિલ 2021, મેષ સંક્રાંતિના દિવસે થશે.
ચોથું શાહી સ્નાન 27 એપ્રિલ 2021, વૈશાખ પૂર્ણિમાના દિવસે થશે.

આ પણ વાંચો, જો આરોગી જશો 4 કિલોગ્રામની આ ‘બુલેટ થાળી’ તો ઈનામમાં મળશે રોયલ એનફિલ્ડ!

મહાકુંભમાં સામેલ થશે 13 અખાડા

આ વખતે મહાકુંભમાં 13 અખાડા સામેલ થશે. પ્રત્યેક અખાડા તરફથી કુંભ દરમિયાન ઝાંખીઓ કાઢવામાં આવશે, નેમાં નાગા બાવા આગળ ચાલે છે, અને તેમની પાછળ મહંત, મંડલેશ્વર, મહામંડલેશ્વર અને આચાર્ય મંડલેશ્વર ચાલે છે. કુંભ સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન પણ કરે છે.

આ પણ વાંચો, OMG! કોરોનાથી ડરી 3 મહિના સુધી શિકાગો એરપોર્ટમાં છુપાઈને રહેતો હતો આ ભારતીય શખ્સ

15 હજાર વિશેષ પોલીસ અધિકારીઓની હશે તૈનાતી

હરિદ્વાર કુંભ મેળામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાને લઈ 15 હજાર વિશેષ પોલીસ અધિકારીઓ (એસપીઓ)ની તૈનાતી કરવામાં આવશે. તેમને મેળા ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે. તેમની ડ્યુટી રાઉન્ડ-ધ-ક્લોક રહેશે. મેળા ક્ષેત્રમાં શાંતિ વ્યવસ્થા કાયમ રાખવામાં તેમની અગત્યની ભૂમિકા હશે.
First published:

Tags: Bhakti, Dharma, Haridwar, Religion, Shahi Snan, કુંભ મેળો