હિંદુ ધર્મમાં પૂનમનું ખાસ મહત્વ છે. તમામ પૂનમનું એક વિશેષ મહત્વ હોય છે. કેટલીક પૂનમને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અશ્વિન માસની પૂનમને સર્વોત્તમ ગણવામાં આવે છે અને તેને શરદ પૂનમ કહેવામાં આવે છે. આ પૂનમના દિવસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે.
નવી દિલ્હી: હિંદુ ધર્મમાં પૂનમનું ખાસ મહત્વ છે. તમામ પૂનમનું એક વિશેષ મહત્વ હોય છે. કેટલીક પૂનમને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અશ્વિન માસની પૂનમને સર્વોત્તમ ગણવામાં આવે છે અને તેને શરદ પૂનમ કહેવામાં આવે છે. આ પૂનમના દિવસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે. ચાંદની રાતમાં રાખેલ ખીરની સવારે પ્રસાદી લેવાનું વિશેષ મહત્વ છે. આ કારણોસર તેને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
આ દિવસે માતા લક્ષ્મી પ્રગટ થાય છે. જે લોકો રાત્રે માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થતાં હોવાનું માનવામાં આવે છે. ખીરને રાત્રે બનાવીને ચાંદાના અજવાળામાં રાખીને સવારે તે ખીરની પ્રસાદી લેવી.
શરદ પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્ત
અશ્વિન માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. આ વર્ષે 19 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા મનાવવામાં આવશે. શરદ પૂનમની તિથિ 19 તારીખે સાંજે 7 વાગ્યે શરૂ થશે અને 20 ઓક્ટોબરના રોડ રાત્રે 8:20ના રોજ પૂર્ણ થશે. સમગ્ર દેશમાં ધૂમધામ સાથે શરદ પૂનમ ઊજવવામાં આવે છે.
શરદ પૂનમનું મહત્વ
શરદ પૂનમની સવારે, સાંજે અને રાત્રે ઠંડી લાગવા લાગે છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ નિંદ્રાના અંતિમ ચરણમાં હોય છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કલાએ ખીલી ઊઠે છે. માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. સમુદ્ર મંથન સમયે મહા અશ્વિન મહિનાના પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી પ્રગટ થયા હતા. આ કારણોસર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો રાત્રે ચંદ્રના અજવાળામાં ખીર બનાવીને મુકે છે અને સવારે તેનું સેવન કરે છે. તેમના માટે ખીર અમૃત સમાન હોય છે.
ચંદ્રના અજવાળામાં રાખેલ ખીર ઔષધિનું કામ પણ કરે છે અને અનેક પ્રકારના રોગને દૂર કરી શકે છે. પૌરાણિક કથા અનુસાર શરદ પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમ્યા હતા. આ કારણોસર શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા લક્ષ્મીની કૃપા સાથે જોડાયેલ છે. માતા લક્ષ્મી શરદ પૂનમના દિવસે ભ્રમણ કરવા નીકળે છે અને જે રાત્રે જાગરણ કરે છે, તેમના પર માતા લક્ષ્મી કૃપા વરસાવે છે. નારદપુરાણ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પોતાના હાથમાં વર અને અભય લઈને ફરે છે. સાંજે સોના, ચાંદી અથવા માટીના દીવાથી આરતી કરવામાં આવે છે.
ચંદ્રના અજવાળામાં રાખેલ ખીરમાં ચંદ્રનો પ્રભાવ સૌથી વધુ હોય છે. કોઈપણ જાતકની જન્મ કુંડળીમાં ચંદ્રમા ક્ષીણ હોય, મહાદશા અથવા પ્રત્યંતર્દશા ચાલી રહી હોય, ચંદ્ર છઠ્ઠા, આઠમા અને બારમાં ભાવમાં હોય, તો ચંદ્રમાની પૂજા કરતા કરતા સ્ફટિક માળાથી 'ॐ सों सोमाय'મંત્રનો જાપ કરવાથી ચંદ્રજન્ય દોષથી શાંતિ મળશે.
રાત્રે માતા લક્ષ્મીની ષોડશોપચાર વિધિથી પૂજા કરીને શ્રીસૂક્તનો પાઠ, ‘કનકધારા સ્તોત્ર’, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અથવા ભગવાન કૃષ્ણનો મધુરાષ્ટકંનો પાઠ કરવાથી ઈષ્ટકાર્યોની સિદ્ધિ મળે છે. પૂજામાં મિષ્ટાન્ન, મેવા અને ખીરનો ભોગ ધરાવો. રાત્રે મોટા પાત્રમાં ખીર બનાવીને ખુલ્લા આકાશ નીચે અથવા ધાબા પર મુકી દો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર