Home /News /dharm-bhakti /Ganesh Lakshmi Pujan: માત્ર 1 કલાક 23 મિનિટ રહેશે લક્ષ્મી પૂજાનો સમય, જાણો શુભ ચોગડીયા

Ganesh Lakshmi Pujan: માત્ર 1 કલાક 23 મિનિટ રહેશે લક્ષ્મી પૂજાનો સમય, જાણો શુભ ચોગડીયા

દિવાળી પૂજા મુહૂર્ત

Happy Diwali 2022 Lakshmi Puja Subh Muhurat: દિવાળીના દિવસે ભગવાન ગણેશ-લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જાણો દીપાવલીના દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય-

    દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબર 2022, સોમવારે ઉજવવામાં આવશે. દિવાળીની સાંજે માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. દિવાળીની રાતે સ્વાર્થ સિદ્ધિની રાત માનવામાં આવે છે. જાણો દિવાળીની તારીખ અને શુભ મુહૂર્ત, જણાવી દઈએ કે આ વર્ષે લક્ષ્મી પૂજનનો કુલ સમય માટે 1 કલાક 23 મિનિટ જ રહેશે.

    પૂજાનું શુભ મુહૂર્ત: લક્ષ્મી પૂજા મુહૂર્ત સાંજે 6 વાગ્યાથી 53 મિનિટથી 8 વાગ્યાને 16 મિનિટ સુધી આમ 1 કલાક 23 મિનિટ રહેશે.

    લક્ષ્મી-ગણેશ પૂજા પ્રદોષ કાળમાં 24 ઓક્ટોબરે સાંજે 05.43 થી 08.16 સુધી થશે. વૃષભ કાલ સાંજે 06:53 PM થી 08:48 PM સુધી ચાલશે.

    અમાસ તિથિ: શરૂ - 24 ઓક્ટોબર, 2022 સાંજે 05:27 વાગ્યે, સમાપ્ત - 25 ઓક્ટોબર, 2022 સાંજે 04:18 વાગ્યે

    આ પણ વાંચો: Diwali Upay: દિવાળી પર સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ કરી લો આ નાનકડું કામ, ધનથી છલકાઇ જશે તમારી તિજોરી

    દિવાળી લક્ષ્મી પૂજા માટે શુભ ચોઘડિયા મુહૂર્ત-


    મુહૂર્ત (ચાર, લાભ, અમૃત) - 05:27 PM થી 05:43 PM
    સાંજના મુહૂર્ત (ચલ) - સાંજે 05:43 થી 07:18 સુધી
    રાત્રી મુહૂર્ત (લાભ) - 10:30 PM થી 12:05 AM, 25 ઓક્ટોબર
    ઉષાકાલ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 01:41 AM થી 06:28 AM, 25 ઓક્ટોબર


    દિવાળી પૂજા સામગ્રી યાદી


    મા લક્ષ્મીની પ્રતિમા (કમળના ફૂલ પર બેઠેલી), ગણેશજીનું ચિત્ર અથવા પ્રતિમા (ગણપતિની સૂંઢ ડાબી બાજુએ હોવું જોઈએ), કમળનું ફૂલ, ગુલાબનું ફૂલ, સોપારી, રોલી, સિંદૂર, કેસર, અક્ષત (આખા ચોખા), સોપારી પૂજા માટે ફળો, ફૂલો, મિઠાઈ, દૂધ, દહીં, મધ, અત્તર, ગંગાજળ, કાલવ, ડાંગરના લાવા (ખીલ) બતાસા, લક્ષ્મીજીની સામે પ્રગટાવવામાં આવતો પિત્તળનો દીવો, માટીનો દીવો, તેલ, શુદ્ધ ઘી અને રૂની વાટ, તાંબા કે પિત્તળનો કલશ, પાણી સાથેનું નાળિયેર, ચાંદીમાં લક્ષ્મી ગણેશના રૂપમાં સિક્કા, ચોખ્ખો લોટ, આસન માટે લાલ કે પીળા કપડા, પૂજા માટે ચૌકી અને થાળી.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Diwali 2022, Diwali Puja, Goddess Lakshmi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन