Home /News /dharm-bhakti /

Happy Diwali: દિવાળીની રાત્રે કરો આ પ્રયોગ, ચમકશે કિસ્મત, થશો માલામાલ

Happy Diwali: દિવાળીની રાત્રે કરો આ પ્રયોગ, ચમકશે કિસ્મત, થશો માલામાલ

આ રાત યોગિક સાધના અને તેની સિદ્ધી માટે ખુબ શુભ અને મહત્વની માનવામાં આવે છે. તો જોઈએ દિવાળીની રાત્રે કરવામાં આવતા કેટલાક ચમત્કારી પ્રયોગ.

આ રાત યોગિક સાધના અને તેની સિદ્ધી માટે ખુબ શુભ અને મહત્વની માનવામાં આવે છે. તો જોઈએ દિવાળીની રાત્રે કરવામાં આવતા કેટલાક ચમત્કારી પ્રયોગ.

    ડો. વિનય બજરંગી - જ્યોતિષાચાર્ય

    દિવાળીની રાત્રે જ્યાં એકબાજુ મહાલક્ષ્મીનું પૂજન થાય છે, ચારેબાજુ તેમના સ્વાગત માટે દીપ પ્રગટાવવામાં આવે છે, તો બીજી બાજુ આ રાત યોગિક સાધના અને તેની સિદ્ધી માટે ખુબ શુભ અને મહત્વની માનવામાં આવે છે. તો જોઈએ દિવાળીની રાત્રે કરવામાં આવતા કેટલાક ચમત્કારી પ્રયોગ.

    આર્થિક - સમૃદ્ધિ માટે
    દિવાળીની રાત્રે કોઈ પણ શુભ મુહૂર્તમાં છોલ્યા વગરના નારિયેળને કોઈ લાલ ચમકતા કપડામાં લપેટીને માં લક્ષ્મીને અર્પણ કરી પૂજન કરો. પૂજન બાદ તે નારીયેળને પોતાના ધન રાખવાના સ્થાન પર પ્રતિષ્ઠાપિત કરો. આ પ્રયોગ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે, અને હંમેશા તેમની કૃપા તમારા પર રહેશે.

    લક્ષ્મી પ્રાપ્તિ માટે
    દિવાળીના કોઈ પણ શુભ મુહૂર્તમાં ત્રણ પીળી કોડી, ત્રણ કમરકાકડી અને એક સોપારી કોઈ લાલ કપડામાં બાંધીને માં લક્ષ્મીના ચરણમાં અર્પિત કરો. પૂજન બાદ આ બધી વસ્તુને પોતાની તિજોરીમાં રાખી દો. ત્યારબાદ દર શુક્રવારે તેની સામે ધૂપ અને દીવો કરો. પૂરી શ્રદ્ધા સાથે કરવામાં આવેલા આ પ્રયોગથી માં લક્ષ્મીનો આશિર્વદ પ્રાપ્ત થશે અને મનોકામના પૂર્ણ થશે.

    માં લક્ષ્મીના સ્થાયી નિવાસ માટે
    દિવાળીના દિવસે ઘરની પૂરી સફાઈ કર્યા બાદ એક નિર્ધારિત સમય પર માં લક્ષ્મીજીનું પૂજન કરો. દિવાળી બાદ પણ દરેક અમાવાસ્યાના દિવસે માં લક્ષ્મીનું વિશેષ પૂજન ચાલુ રાખો. આ ઉપાયથી માં લક્ષ્મીનો સ્થાયી નિવાસ રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

    પરિવારની સુખ-સમૃદ્ધિ માટે
    પરિવારની સુખ સમૃદ્ધિ માટે દિવાળીની રાત્રે પરિવારના તમામ સભ્યો ઉપરથી સાત વખત કાળા તલ ઉતારી પશ્ચિમ દિશામાં ફેંકી દો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

    કલહ દૂર કરવાનો ઉપાય
    દિવાળીની રાત્રે પ્રારંભ કરી પ્રત્યેક શનીવારે કોઈ પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો દીવો કરો. આવું કરવાથી કલહ દૂર થાય છે, અને ઘરમાં સુખ-શાંતી રહે છે.

    દેવામાંથી મુક્તી માટે
    દિવાળીની રાત્રે માટીના પાત્રમાં એક ચાંદીનો સિક્કો રાખીને, તેને માં લક્ષ્મી સમક્ષ અર્પિત કરો અને માં લક્ષ્મીના કોઈ મંત્રનું ઉચ્ચારણ કરીને તેની પૂજા કરો. પૂજન બાદ તે ચાંદીના સિક્કાને કોઈ એવા સ્થાન પર સ્થાપિત કરો, જ્યાં સૂર્યના કિરણ ન પડતા હોય. આ ઉપાયથી માં લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય વરસશે અને દેવામાંથી ઝડપી મુક્કી મળશે. એક બીજે પણ પ્રયોગ કરી શકો છો. જેમાં દિવાળીની રાત્રેથી શરૂ કરી 7 રાત્રી સુધી અશોક વૃક્ષની નીચે ગાયના ઘીનો દીવો કરો.

    શત્રૂ-ભય દૂર કરવા માટે
    દિવાળીની રાત્રે શત્રૂથી સ્વયંની રક્ષા માટે એક મુઠ્ઠી આખા અડધ અથવા એક મુઠ્ઠી સાકર અને તેલ મિશ્રિત કરી શત્રુનું મનન કરીને, તેને કોઈ નિર્જન સ્થાન પર જઈ દબાવી દો. આનાથી શત્રૂનો ભય દૂર થશે અને તેનાથી બચાવ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Diwali

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन