Home /News /dharm-bhakti /

હનુમાન જયંતિઃ આ ઉપાય કરવાથી થશે રામભક્ત, પવનપુત્ર હનુમાનજીનાં દર્શન

હનુમાન જયંતિઃ આ ઉપાય કરવાથી થશે રામભક્ત, પવનપુત્ર હનુમાનજીનાં દર્શન

81 દિવસનો આ ઉપાય પૂરો થતાં હનુમાનજી સપનાંમાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે

81 દિવસનો આ ઉપાય પૂરો થતાં હનુમાનજી સપનાંમાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે

  ધર્મ ભક્તિ ડેસ્ક: પવનપુત્ર હનુમાન, રામભક્ત હનુમાન, સંકટમોચન હનુમાન, અંજનિપુત્ર હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે આવે છે. આ દિવસે હનુમાનજયંતીનું પર્વ ઊજવવામાં આવે છે.

  હનુમાન અષ્ટસિદ્ધિ સાથે જન્મ્યા હતા, એટલે તેઓ મચ્છર જેવડું નાનું રૂપ લઈ શકતા અને વિરાટ સ્વરૂપ પણ ધારણ કરી શકતા હતા. તેમનાથી અને તેમના નામમાત્રથી ભૂત-પિશાચ દૂર રહે છે. તેમને કોઈ હરાવી ન શકે, તેઓ કોઈ પણ સંકટમાંથી બહાર આવી જાય, તેમને કોઈ બાંધી ન શકે છતાં તેમને આનું અભિમાન ન હતું, એટલે તેમને નવનિધિ અને અષ્ટસિદ્ધિના દાતા કહેવાય છે.

  તેમના હાથમાં ગદા, ખભા પર જનાઈ અને મુખમાં રામનામ છે. મહાદેવ જેવા ભોળા, નિર્દોષ, પવિત્ર, દુઃખમાં બીજાને મદદ કરનારા, દરેક સ્રીને માતા સમજનારા એવા વીર હનુમાન સદા અમર અને સાક્ષાત હાજરાહજૂર છે.

  હનુમાનજીની ઉપાસના-ભક્તિ અનેક રીતે થાય છે. હનુમાનજયંતીના દિવસે સંકટમોચન, હનુમાન ચાલીસા, હનુમાનાષ્ટક, સુંદરકાંડ, રામરક્ષાસ્તોત્ર, આરતી, શનિ ચાલીસા સહિતના પાઠ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાન વંદના કરવાથી તન, મન પવિત્ર થાય છે. જીવનમાં પ્રસન્નતા રહે છે, ભય-શોખ દૂર થાય છે.

  હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો

  રાજા દશરથની 3 રાણી હતી, પણ કોઈ સંતાન ન હતા. ગુરુ વશિષ્ટની આજ્ઞાથી દશરથજીએ શ્રૃંગ ઋષિને પુત્રેષ્ટિ યજ્ઞ કરવા માટે આમંત્રણ આપ્યું. યજ્ઞના સંપન્ન થતાં જ અગ્નિકુંડમાંથી દિવ્ય ખીરથી ભરેલો સ્વર્ણ પાત્ર હાથમાં લઈને અગ્નિદેવ પ્રગટ થયા અને રાજા દશરથને કહ્યું, 'દેવતા તમારા પર પ્રસન્ન છે.' આ દિવ્ય ખીર તમારી રાનીઓને ખવડાવી દેશો તો તેમને દિવ્ય પુત્રોની પ્રાપ્તિ થશે.

  રાજા દશરથ જલદીથી પોતાના મહેલમાં પહોંચી ખીરનો અડધો ભાગ રાની કૌશલ્યાને આપી દીધો અને બાકીનો અડધો ભાગ સુમિત્રાને આપ્યો પછી બચેલો ભાગ કૈકયીને આપ્યો. સૌથી છેલ્લે પ્રસાદ મળવાથી કૈકયીએ ખવડાવ્યો હતો.

  એ જ વખતે ભગવાન શંકરની પ્રેરણાથી એક ગીધ ત્યાં આવી અને કૈકયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવી અંજન પર્વત પર તપસ્યાલીન અંજનીદેવીના હાથમાં મૂકી જતો રહ્યો. પ્રસાદ ગ્રહણ કરવાથી અંજની પણ રાજા દશરથની ત્રણ રાણીની જેમ ગર્ભવતી થઈ ગઈ. સમય આવતાં રાજા દશરથના ઘરે રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો તો બીજી બાજુ અંજનિએ હનુમાનજીને જન્મ આપ્યો.

  આ ઉપાય કરવાથી હનુમાનજી સપનામાં દર્શન આપશે

  સાવધાનીઃ આ ઉપાય કરતી વખતે સંપર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહેશે, સાથે જ ક્ષૌર કર્મ જેમ કે - નખ કાપવા, વાળ કે દાઢી કાપવાની મનાઈ છે. દારૂ અને માંસનું સેવન પણ આ ઉપાય કરતી વખતે કરી શકાતાં નથી.

  હનુમાનજયંતીના દિવસે કે મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી એક લોટો જળ લઈને હનુમાનજીના મંદિરમાં જઈને જળથી હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. પછી પહેલા દિવસે એક આખો અડદનો દાણો હનુમાનજીના માથા પર મૂકીને 11 પરિક્રમા કરો. પરિક્રમા કર્યા પછી તમારી ઈચ્છા હનુમાનજીની સામે કહો અને એ અડદનો દાણો લઈને પરત આવો અને એને એક જુદા ડબ્બામાં મૂકી દો.

  બીજા દિવસે બે અડદના દાણા. આમ રોજ એક-એક અડદનો દાણો વધારતા જાવો અને આ જ રીતે હનુમાનજીની પરિક્રમા કરતા રહો. આવું 41 દિવસ સુધી કરો. 42મા દિવસથી એક-એક દાણો ઓછો કરતા રહો, જેમ કે 42 દિવસે 40 , 43મા દિવસે 39 અને 81મા દિવસે 1 દાણો.

  81 દિવસનો આ ઉપાય પૂરો થતાં હનુમાનજી સપનાંમાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે. આ અનુષ્ઠાનના સમયે જેટલા પણ અડદના દાણા તમને હનુમાનજી પર ચઢાવ્યા હોય એને નદીમાં પ્રવાહિત કરી દો.

  રામજીના સૌથી પ્રિય કોણ છે?

  રામ સાથેના લગ્ન થઈ ગયા બાદ સીતાજીએ વિશ્વાસ સાથે રામને પૂછ્યું, આ દુનિયામાં તમારું સૌથી વધુ પ્રિય કોણ છે? રામ આનંદ સાથે હનુમાનનું નામ લીધું, સીતાજીને એ વખતે ખૂબ આશ્ચર્ય થયું હતું, કારણ ત્યારે તેઓ હનુમાનજીને જાણતાં ન હતાં.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Happy Birthday, Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन