Home /News /dharm-bhakti /

આજે મંગળવારે કરો આ 5 ઉપાય, બદલાઈ જશે તમારી કિસ્મત

આજે મંગળવારે કરો આ 5 ઉપાય, બદલાઈ જશે તમારી કિસ્મત

મંગળવાર સંકટમોચન ભગવાન હનુમાનજીને (hanumanji)સમર્પિત છે અને આ દિવસે તેમની સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

Mangalvar na upay: મંગળવારે ભગવાન બજરંગ બલીની પૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભક્તના જીવનની તમામ પરેશાનીઓ નાશ પામે છે. જો મંગળવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરશો તો તમારું ભાગ્ય ચમકી જશે

    Mangalvar na upay: હિન્દૂ માન્યતાઓના પ્રમાણે સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. મંગળવાર સંકટમોચન ભગવાન હનુમાનજીને (hanumanji)સમર્પિત છે અને આ દિવસે તેમની સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે (hanumanji pooja vidhi). હિન્દૂ માન્યતાઓ પ્રમાણે માનવામાં આવે છે કે રામના ભક્ત હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો નાશ થાય છે અને હનુમાનજી પોતાના ભક્તો પર પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. મંગળવારના રોજ ઉપવાસ પણ કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ શારીરિક પીડાથી પીડાવ છો તમને તેમાંથી મુક્તિ મળે છે.

    કહેવાય છે કે જે જાતકને કુંડળીમાં મંગલ દોષ (Mangal dosh remedy) હોય તેવા લોકોએ મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જે પછી જીવનમાં ખુશીઓનું આગમન થઈ જાય છે. જો તમે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મંગળવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને રાહત મળશે. અહીં અમે તમને મંગળવારે લેવાના ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.

    આ પણ વાંચો - જલ્દી નજર લાગતી હોય તો પહેરો કાળો દોરો, ક્યારે અને કઇ રીતે ધારણ કરવો, જાણો

    મંગળવારે કરો આ ઉપાય


    1. મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવાથી તો તમારા જીવનમાંથી તમામ શત્રુઓનો નાશ થાય છે. આ પાઠ 21 દિવસ સુધી નિશ્ચિત જગ્યાએ બેસીને કરવામાં આવે છે.

    2. મંગળવારે હનુમાનજીના મંદિરમાં ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવો જોઈએ અને આ પ્રસાદ 21મી મંગળવાર સુધી ચઢાવવો જોઈએ. આ પછી હનુમાનજીને ચોલા ચઢાવો, આમ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

    3. જો કોઈ વ્યક્તિને શારીરિક તકલીફ હોય તો તેણે મંગળવારે એક વાસણમાં પાણી ભરીને હનુમાનજીની મૂર્તિની સામે રાખવું જોઈએ. તેમજ 21 કે 26 દિવસ સુધી હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ. પાઠ પૂરો થયા પછી, તે પાણી ગ્રહણ કરવું અને ત્યાં બીજું પાણી રાખવું.

    4 . જો તમે ભૂત-પ્રેત કે અંધકારથી ડરતા હોવ તો મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને 'ઓમ હનુમંતે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો.

    5.  હનુમાનજીની પ્રતિમાની સામે બેસીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કુંડળીમાં મંગલ દોષનો અંત આવે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Astrology, Astrology tips, Dharma

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन