Home /News /dharm-bhakti /

Vastu Tips: ઘરનાં તમામ વાસ્તુ દોષોને દૂર કરશે હનુમાનજી, અપનાવો આ અચૂક ઉપાય

Vastu Tips: ઘરનાં તમામ વાસ્તુ દોષોને દૂર કરશે હનુમાનજી, અપનાવો આ અચૂક ઉપાય

હનુમાનદાદાની મુર્તિ રાખો આ રીતે ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Astrology: હનુમાનજીની તસવીર જેમાં તેઓ પોતાના હાથ પર પહાડ ઉપાડી અને આકાશમાં ઉડી રહ્યા છે. તે રામાયણના સૌથી મુશ્કેલ સમયમાં સફળતાનું પ્રતીક છે. આ ચિત્રને ઘરમાં લગાવવાથી મુશ્કેલ કાર્યોમાં સફળતા મળે છે.

    ધર્મગ્રંથો અનુસાર શ્રીરામ ભક્ત હનુમાન (Lord Hanuman) અમર છે, તેઓ દરેક યુગમાં રહે છે. હનુમાનજીની ભક્તિ કરવાથી તમામ સંકટો દૂર થઇ જાય છે અને ભક્તોને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. બજરંગબલીની પૂજા કરવાનાથી તેઓ પ્રસન્ન થઈ ભક્તોના દુઃખો દૂર કરે છે. આજે મંગળવાર (Tuesday)નો દિવસ પવનપુત્ર સંકટમોચન હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે. તે તમામ સંકટોનો નાશ કરે છે અને ઇચ્છાઓની પૂર્તિ કરે છે. કારણ કે તેઓ ભગવાન શિવનો અંશ છે. હનુમાનજી વાસ્તુ દોષો (Vastu Dosh) પણ દૂર કરે છે. જો તમને સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિમાં વધારો, કાર્યમાં સફળતા, શાંતિ વગેરે નથી મળતા તો વાસ્તુ દોષ પણ તેનું કારણ હોઇ શકે છે. તમે ઘરમાં હનુમાનજીની યોગ્ય તસવીર લગાવીને પણ તેને દૂર કરી શકો છો. આવો જાણીએ આ ઉપાયો વિશે.

    - જો તમે કોઈ ખાસ કામમાં સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો તમારે તમારા ઘરમાં હનુમાનજીની લંકા બાળી રહેલી તસવીર લગાવવી જોઈએ. આ ઘટના ભગવાન રામના કાર્યમાં સફળતા અને માતા સીતાની શોધમાં સફળતાનું પ્રતીક છે. આ ઉપરાંત, તમે હનુમાનજી શ્રી રામ અને લક્ષ્મણને જંગલમાં પહેલીવાર મળતા અને તેમને ખભા પર બેસાડતા હોય તેવી તસવીર પણ લગાવી શકો છો.

    - ઘરના વાસ્તુ દોષોને દૂર કરવા માટે ધન, સુખ અને સમૃદ્ધિ માટે તમારે પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરવી જોઈએ. તેની દરરોજ પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે, કાર્યોમાં સફળતા મળે છે.

    - જો પારિવારિક વાતાવરણ સારું ન હોય, સભ્યોમાં એકતાનો અભાવ હોય, તો તમારે ઘરના તે સ્થાન પર રામ દરબારની તસવીર લગાવવી જોઈએ, જ્યાં પરિવારના બધા સભ્યો એક સાથે બેઠા હોય. રામ દરબારમાં પ્રભુ રામ અને સીતાજી સિંહાસન પર વિરાજમાન હોય છે. લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત અને હનુમાનજી પણ આ તસવીરમાં હોય છે.

    - હનુમાનજીની તસવીર જેમાં તેઓ પોતાના હાથ પર પહાડ ઉપાડી અને આકાશમાં ઉડી રહ્યા છે. તે રામાયણના સૌથી મુશ્કેલ સમયમાં સફળતાનું પ્રતીક છે. આ ચિત્રને ઘરમાં લગાવવાથી મુશ્કેલ કાર્યોમાં સફળતા મળે છે.

    - ઘરમાં દક્ષિણાભિમુખ લાલ રંગની મૂર્તિ અથવા હનુમાનજીની તસવીર લગાવવી શુભ માનવામાં આવે છે, જેમાં હનુમાનજી બિરાજમાન હોય. નકારાત્મક ઊર્જાથી બચવા માટે આવી તસવીરો લગાવવી જોઇએ.

    - દક્ષિણ તરફ મુખ કરીને હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર મૂકવાનું મહત્વ એટલા માટે છે, કારણ કે રામાયણમાં માતા સીતાને શોધવાની વાત હોય કે લક્ષ્મણજીના જીવનની રક્ષાની વાત હોય, બજરંગબલીએ દરેક જગ્યાએ પોતાની શક્તિ બતાવી હતી. આ તમામ ઘટનાઓ દક્ષિણમાં બની હતી. આ કારણે દક્ષિણમુખી હનુમાનજીની પૂજા વધુ લાભદાયક માનવામાં આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Astrology, Vastu tips, હનુમાનજી

    આગામી સમાચાર