ભરૂચ આજરોજ હનુમાન જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના રોકડિયા હનુમાન મંદિરે મહાબલીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
આજે ચેત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતીની ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના કસક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે આજના વિશેષ દિવસે હનુમાનજીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
મંદિરના સંચાલકો દ્વારા હનુમાનજીને ૨૫૦૦ કિલોના એક લાડુનો ભોગ ધરાવાયો હતો જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.રોકડીયા હનુમાન મંદિરે છેલ્લા પાંચ વર્ષથી હનુમાનજીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર