Home /News /dharm-bhakti /Hanuman: બજરંગબલીના મહા શક્તિશાળી મંત્ર, કરશે બધા દુઃખોને દૂર
Hanuman: બજરંગબલીના મહા શક્તિશાળી મંત્ર, કરશે બધા દુઃખોને દૂર
મંગળવારના ઉપાય
Hanuman Mantra: જે પણ ભક્ત હનુમાનજીની સાચી ભક્તિથી પૂજા કરે છે, તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. બજરંગબલીના શક્તિશાળી મંત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે.
Hanuman Mantra: હિન્દૂ ધર્મમાં સંકટમોચન હનુમાનજીનું વિશેષ સ્થાન છે. હનુમાનજીને ભગવાન શિવનું સ્વરૂપ કહેવામાં આવે છે. હનુમાનજીની પૂજાથી મનમાગ્યું ફળ મળે છે. હનુમાનજીને સંકટમોચન પણ કહેવાય છે, કારણ કે જે પણ ભક્ત નિયમિત રૂપથી બજરંગબલીની પૂજા કરે છે, એમના દુઃખોનું નિવારણ થાય છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે ભગવાન મહાવીર તેજ, યશ, શક્તિ તેમજ સાહસનું પ્રતીક છે. જો હનુમાનજીની નિયમિત પૂજામાં મંત્રનું સ્મરણ કરવામાં આવે તો એનું બે ઘણું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં બજરંગબલીના પ્રભાવિત મંત્રો વિષે જણાવવામાં આવ્યું છે.
હનુમાનજીના મંત્રોનું મહત્વ
બજરંગબલીના મંત્રોનું મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. હનુમાનજીને બજરંગબલી કહેવામાં આવે છે, જેનો અર્થ છે હીરા અને વજ્ર જેવું શરીર, જેને કોઈ તોડી શકતું નથી, કોઈ હરાવી શકતું નથી. હનુમાનજીમાં એવી અલૌકિક શક્તિઓ છે, જે અન્ય દેવતાઓ પાસે નથી, તેથી જ હનુમાનજીને મહાબલી પણ કહેવામાં આવે છે. હનુમાનજીનું નામ લેતા જ ભૂત અને પિશાચ ભાગી જાય છે. હનુમાનજીના મંત્રોના જાપ કરવાથી ભય, લોભથી મુક્તિ મળે છે અને મન શાંત રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો અને મંત્રોનો જાપ કરવો જોઈએ.