હનુમાન જયંતી: અહીં હનુમાનજીની મૂર્તિને પહેરાવવામાં આવ્યું શ્રીરામ લખેલું માસ્ક, Photos વાયરલ

હનુમાન જયંતી:  અહીં હનુમાનજીની મૂર્તિને પહેરાવવામાં આવ્યું શ્રીરામ લખેલું માસ્ક, Photos વાયરલ
હનુમાન દાદાને શ્રી રામ લખેલુ માસ્ક પહેરાવવામાં આવ્યું

  • Share this:
આજે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. Lockdownની પરિસ્થિતિની લીધે હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ બોટાદ પાસે આવેલ સાળંગપુર હનુમાનજીનું મંદિર હોય કે પછી ભુરખીયા હનુમાનજી નું મંદિર હોય તમામ જગ્યાએ સાદગી પૂર્ણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં આવેલ બજરંગ હનુમાનજી મહારાજનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં હનુમાનજી મહારાજને કોરોના વાઇરસને લઇ માસ્ક પહેરાવવામાં આવ્યું છે જે માસ્ક પર શ્રીરામ લખવામાં આવ્યું છે. હાલ જે રીતે કોરોનાવાયરસ નો કહેર રાજકોટ સમગ્ર ગુજરાતભરમાં વધી રહ્યો છે ત્યારે હનુમાન જયંતી અંતર્ગત લોકો સુધી કોરોના વાઈરસને લઇ જાગૃતિ આવે લોકો વધુમાં વધુ જાગૃત બને તે માટે આ પ્રકારે હનુમાનજીની મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કરણસિંહજી હાઇસ્કુલ સ્થિત બાલાજી મંદિર ખાતે પણ અવાર નવાર તહેવાર ને અનુરૂપ હનુમાનજી મહારાજને વસ્ત્રો સહીત સાજ શણગાર કરવામાં આવતો હોય છે.તો આ બાજુ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે lockdown ની પરિસ્થિતિમાં જરૂરિયાત મંદોને અનાજ મળી રહે જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

કાલાવડ તાલુકાના ખરેડી ગામે જરૂરિયાત મંદોને અનાજ આપી હનુમાન જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે ગામ ભરમાં હનુમાન જયંતીના આગલા દિવસે ઢોલી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલે હનુમાન જયંતીના દિવસે સમગ્ર ગામમાં એક ટ્રેક્ટર નીકળશે ટ્રેક્ટર ની અંદર લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરની અંદર રહેલું અનાજ જરૂરિયાત મંદોને આપી શકશે.

ત્યારે આજરોજ ખરેડી ગામ માં એક ટ્રેક્ટર નીકળ્યું હતું લોકોએ પોતાની ઈચ્છા અનુસાર ટ્રેક્ટરમાં ઘઉં-ચોખા લોટ તેમજ તેલ ખાંડ ચા ની ભૂકી, મરચાનો પાવડર, હળદર સહિતનું અનુદાન લોકોએ આપ્યુ હતું. તો સાથેજ જરૂરીયાત મંદોમાં વિતરણ કરતા સમયે સોશીયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવ્યું હતું
Published by:News18 Gujarati
First published:April 08, 2020, 15:51 pm

ટૉપ ન્યૂઝ