Home /News /dharm-bhakti /Hanuman Jayanti: ક્યારે છે હનુમાન જયંતિ? જાણો બજરંગબલીની પૂજાનો શુભ સમય અને વિધિ
Hanuman Jayanti: ક્યારે છે હનુમાન જયંતિ? જાણો બજરંગબલીની પૂજાનો શુભ સમય અને વિધિ
હનુમાન જયંતિ 2023
Hanuman jayanti 2023 date: રામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ મંગળવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો. શું તમે જાણો છો કે હનુમાન જયંતિ ક્યારે છે અને પૂજા માટેનો શુભ સમય?
ધર્મ ડેસ્ક: રામ ભક્ત હનુમાનજીની જયંતિ દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જો કે દેશના કેટલાક ભાગમાં અન્ય તિથિઓ પર પણ ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં ચૈત્ર પૂર્ણિમાના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓ અનુસાર, વીર હનુમાનજી રુદ્રાવતાર છે. એમનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસ મંગવારે થયો હતો. એમના પિતા વાનરરાજ કેસરી અને માતાનું નામ અંજના છે. હનુમાનજીનો જન્મ ભગવાન રામની સેવા માટે થયો હતો. એમણે સીતા માતાની શોધ અને લંકા વિજય કરવા માટે પ્રભુ રામની મદદ કરી હતી. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ પાસે જાણીએ છે કે હનુમાન જયંતિ ક્યારે છે અને પૂજા શુભ મુહૂર્ત અંગે.
હનુમાન જયંતિ તારીખ
હિંદુ કેલેન્ડર અનુસાર, આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા તિથિ 05 એપ્રિલ, બુધવારના રોજ સવારે 09:19 વાગ્યે શરૂ થશે અને 06 એપ્રિલ, ગુરુવારે સવારે 10:04 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિના આધારે 06 એપ્રિલને ગુરુવારે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે વ્રત રાખવામાં આવશે અને વીર બજરંગબલીની પૂજા કરવામાં આવશે.
હનુમાન જયંતિ 2023 પૂજા મુહૂર્ત
06 એપ્રિલે, હનુમાન જયંતિના દિવસે, તમે સવારે પૂજા કરી શકો છો. સવારે 06:06 થી શુભ સમય રચાઈ રહ્યો છે, જે સવારે 07:40 સુધી છે. પછી બપોરે 12:24 થી 01:58 સુધી લાભ અને ઉન્નતિ મુહૂર્ત છે.
જે લોકો હનુમાન જયંતિની સાંજે પૂજા કરવા માંગતા હોય તેઓ સાંજે 05.07 થી 08.07 દરમિયાન કરી શકે છે. હનુમાન જયંતિનો શુભ સમય સાંજે 05:07 થી 06:42 સુધીનો છે. બીજી તરફ, સાંજે 06.42 થી 08.07 સુધીનો અમૃત શ્રેષ્ઠ સમય છે.
હનુમાન જયંતિના દિવસે અભિજિત મુહૂર્ત સવારે 11.59 થી 12.49 સુધી છે. આ તે દિવસનો શુભ સમય છે. આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉજવવામાં આવશે.