Hanuman Jayanti 2022: હનુમાન જયંતિ પર કરો પંચમુખી હનુમાનની પૂજા, પૂરી થશે દરેક મનોકામના
Hanuman Jayanti 2022: હનુમાન જયંતિ પર કરો પંચમુખી હનુમાનની પૂજા, પૂરી થશે દરેક મનોકામના
સંકટમોચન હનુમાન (Lord Hanuman)નો જન્મદિવસ ચૈત્ર પૂર્ણિમાએ આવે છે.
Hanuman Jayanti 2022: હનુમાન જયંતિના અવસરે પંચમુખી હનુમાનની પૂજા કરવાથી તમારી 5 પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કારણ કે હનુમાનજીના દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ પંચમુખી હનુમાનજી (Lord Hanuman) વિશે.
Hanuman Jayanti 2022: સંકટમોચન હનુમાનનો જન્મદિવસ ચૈત્ર પૂર્ણિમાએ આવે છે. આ વર્ષે તે 16મી એપ્રિલે છે. હનુમાન જયંતિના અવસરે તમારે પંચમુખી હનુમાનજીની વિધિવત પૂજા કરવી જોઈએ. પંચમુખી હનુમાનની પૂજા કરવાથી તમારી 5 પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કારણ કે હનુમાનજીના દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ પંચમુખી હનુમાનજી વિશે.
પંચમુખી હનુમાનની પૂજાના લાભ
1. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે.
2. જીવનમાં પરેશાનીઓનો નાશ થાય છે.
3. વ્યક્તિને યશ, શક્તિ, બળ અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ મળે છે.
4. ભય, નિરાશા, તણાવ અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે.
5. મનોકામનાઓ પૂર્ણ થાય છે.
હનુમાનજીનું પંચમુખી સ્વરૂપ પાંચ પ્રકારના મુખથી બનેલું છે. આમાં પહેલું મુખ વાનરનું છે, જે પૂર્વ દિશામાં છે. બીજું મુખ ગરુડનું છે, જે પશ્ચિમ દિશામાં છે. ત્રીજું મુખ વરાહનું છે, જે ઉત્તર દિશામાં છે. ચોથું મુખ નૃસિંહનું છે, તે દક્ષિણ દિશામાં છે. પાંચમું મુખ અશ્વનું છે, જે આકાશ તરફ છે.
હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર?
લંકા યુદ્ધ સમયે રાવણના ભાઈ અહિરાવણે ભગવાન રામ અને લક્ષ્મણને પોતાની માયા વડે સ્તબ્ધ કરી દીધા અને બંનેને બલિ આપવા માટે પાતાળ લોક લઈને ચાલ્યો ગયો. ત્યાં તેણે પાંચ દીવા પ્રગટાવ્યા હતા. તેને પાંચ દિશામાં રાખવામાં આવ્યા હતા. જ્યારે હનુમાનજી પાતાળ લોક પહોંચ્યા તો પરિસ્થિતિ જોઈને તેમની માયા સમજી ગયા.
જો આ પાંચ દીવા એક સાથે બુઝાવવામાં આવે તો તો જ અહિરાવણનું મૃત્યુ થઈ શકે તેમ હતું. હનુમાનજી ભગવાન રામના સેવક હતા અને તેમના સ્વામી મુશ્કેલીમાં હતા. ત્યારે તેમણે પંચમુખી અવતાર ધારણ કર્યો. પછી તેમણે એક સાથે તે પાંચ દીવા ઓલવી નાખ્યા અને અહિરાવણને માર્યા પછી તેમના ભગવાન રામ અને ભાઈ લક્ષ્મણને સલામત રીતે પાછા લઈ ગયા.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર