Home /News /dharm-bhakti /Hanuman Jayanti 2022: હનુમાન જયંતીના અવસરે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, નકારાત્મકતા રહેશે દૂર

Hanuman Jayanti 2022: હનુમાન જયંતીના અવસરે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, નકારાત્મકતા રહેશે દૂર

હનુમાન જયંતિના દિવસે વાસ્તુ અનુસાર કરવામાં આવેલા ઉપાયોથી બજરંગબલી પ્રસન્ન થાય છે.

Hanuman Jayanti 2022: હનુમાન જયંતીના દિવસે વાસ્તુ (Vatu Tips) મુજબ કરવામાં આવેલા ઉપાયોથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને ઘરની નેગેટિવીટી (Negativity) દૂર કરે છે.

Hanuman Jayanti Vatu Tips: હનુમાન જયંતી 16મી એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે બજરંગબલીના ભક્તો વિધિ પ્રમાણે હનુમાનજી (Lord Hanuman)ની પૂજા કરે છે. હનુમાન જયંતીના શુભ અવસરે હનુમાનજીની પૂજા, હનુમાન ચાલીસા અને બજરંગ બાણ વાંચવાથી અને વ્રત રાખવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેની સાથે જ જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. બીજી તરફ હનુમાનજીની પૂજા કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે. આ શુભ અવસર પર ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા રામાયણ, રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુકનો પાઠ કરે છે.

હનુમાન જયંતીના દિવસે વાસ્તુ અનુસાર (Vastu Upay) કરવામાં આવેલા ઉપાયોથી બજરંગ લી પ્રસન્ન થાય છે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. વાસ્તુ અનુસાર ઘરની રચના, તેની દિશા, ઘરનો સામાન, વૃક્ષો અને છોડ દર્શાવે છે કે ઘર કયા ગ્રહના પ્રભાવમાં છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો લોકો આવું ન કરે તો લોકોને દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીં વાસ્તુશાસ્ત્રની કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ જણાવવામાં આવી છે, જેને હનુમાન જયંતીના દિવસે અપનાવીને તમે બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.

આ પણ વાંચો: કઈ રીતે શરૂ થઈ અમરનાથ યાત્રા? વાંચો તેની પાછળની પૌરાણિક કથા

હનુમાન જયંતી પર અપનાવો આ વાસ્તુ ટિપ્સ

- હનુમાન જયંતીના શુભ અવસરે પ્લોટ, મકાન અથવા કાર્યસ્થળના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પર્વત હાથમાં રાખેલા હનુમાનજીનો ધ્વજ લગાવો. દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સ્વામી નૈઋતિ નામનો રાક્ષસ છે અને રાહુ તેનો ગ્રહ સ્વામી છે. તેથી આ રાક્ષસની પ્રવૃત્તિને દૂર કરવા માટે હનુમાનજીની ધજા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાન જયંતીએ ઘર, દુકાન અને કારખાનાના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પર્વતને ઉપાડતા હનુમાનજીનું ચિત્ર ચોક્કસ લગાવો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે.

- વાસ્તુ અનુસાર હનુમાન જયંતીના દિવસે નવી જમીન ખરીદતી વખતે ધ્યાન રાખો કે પ્લોટનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો બધા ખૂણાઓથી ઊંચો હોય.

- એવું માનવામાં આવે છે કે દક્ષિણ-પશ્ચિમ ખૂણાના ખુલ્લા ભાગમાં પર્વત જેવું બાંધકામ કરવું જોઈએ જેથી આ ખૂણો ભારે થઈ જાય અને તે સ્થાનથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય.

- વાસ્તુ અનુસાર બિનઉપયોગી વસ્તુઓને દક્ષિણ-પશ્ચિમ ખૂણાના ખુલ્લા ભાગમાં રાખવી જોઈએ.

- કહેવાય છે કે દક્ષિણ-પશ્ચિમ ખૂણાના ખુલ્લા ભાગમાં મોટા વૃક્ષો અને છોડ લગાવવાથી જીવનમાંથી કષ્ટ દૂર થાય છે.

- એવી માન્યતા છે કે દક્ષિણ-પશ્ચિમ ખૂણાના દોષોને દૂર કરવા માટે હનુમાન જયંતીના દિવસે રાહુ યંત્રની સ્થાપના કરવી જોઈએ.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો પ્લોટનો દક્ષિણ-પશ્ચિમ ખૂણાનો ભાગ વધુ ખુલ્લો હોય, તો વધુ એક દિવાલ બનાવવી જોઈએ અને પ્લોટને બે ભાગમાં વહેંચવો જોઈએ.

આ પણ વાંચો: હનુમાન જયંતી પર શનિ દોષથી મેળવો મુક્તિ, કરો આ 5 સરળ ઉપાય

હનુમાન જયંતી પર હનુમાનજીની આવી તસવીર ઘરમાં રાખો

- વાસ્તુ અનુસાર હનુમાન જયંતીએ ભગવાન શ્રી રામના ચરણોમાં બેઠેલા હનુમાનજીનું ચિત્ર ઘરમાં લગાવવું જોઈએ. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.

- હનુમાન જયંતીના શુભ અવસરે પરિવારના સભ્યોમાં ધાર્મિક ભાવના જાળવવા માટે શ્રી રામની પૂજા કરતી વખતે અથવા શ્રી રામનો જાપ કરતી વખતે હનુમાનજીની તસવીર લગાવવી શુભ માનવામાં આવે છે.

- એવું માનવામાં આવે છે કે પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર લગાવવાથી ઘરના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસ આવે છે.

- જીવનમાં સફળતા, ઉત્સાહ અને ઉમંગ મેળવવા માટે હવામાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવો. એવું પણ કહેવાય છે કે કરિયરમાં આગળ વધવા માટે પણ આ તસવીર ઘરમાં લગાવવી જોઈએ.

- હનુમાન જયંતી પર લાલ રંગના હનુમાનજીની બેઠેલી મુદ્રામાં તસવીર ઘરની દક્ષિણ દિશામાં લગાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તેની સાથે ઘરમાં સુખ-શાંતિ રહે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Dharm Bhakti, Hanuman, Hanuman Ji, Lord Hanuman, Vastu, Vastu dosh, Vastu shastra, Vastu tips, ધર્મભક્તિ