Home /News /dharm-bhakti /

Hanuman Jayanti 2022: હનુમાન જયંતી પર કરો આ ઉપાય, બજરંગબલી આપશે ખૂબ સફળતા

Hanuman Jayanti 2022: હનુમાન જયંતી પર કરો આ ઉપાય, બજરંગબલી આપશે ખૂબ સફળતા

દર વર્ષે ચૈત્ર પૂનમના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે.

Hanuman Jayanti 2022: આ વર્ષે હનુમાન જયંતી (Hanuman Jayanti Upay) પર તમે તમારી રાશિ અનુસાર ભોગ ચઢાવીને બજરંગબલીને પ્રસન્ન કરી શકો છો. તેમના આશીર્વાદથી તમને સુખ, સફળતા અને પ્રગતિ મળશે.

    Hanuman Jayanti 2022: આ વર્ષે હનુમાન જયંતી 16 એપ્રિલ રવિવારે છે. હનુમાન જયંતી (Hanuman Jayanti Tithi) દર વર્ષે ચૈત્ર પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ (Lord Rama)ની મદદ કરવા માટે ભગવાન શિવનો રુદ્રાવતાર હનુમાનજીના રૂપમાં થયો. હનુમાનજીના પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજના છે. મંગળવારે જન્મેલા હનુમાનજીના નામ સાથે વાયુદેવનું નામ પણ જોડાયેલું છે, તેથી તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતી (Hanuman Jayanti Upay) પર તમે તમારી રાશિ (Zodiac Signs) અનુસાર ભોગ ચઢાવીને બજરંગબલીને પ્રસન્ન કરી શકો છો. તેમના આશીર્વાદથી તમને સુખ, સફળતા અને પ્રગતિ મળશે.

    રાશિ પ્રમાણે હનુમાનજીનો ભોગ

    મેષ: આ રાશિના જાતકોએ હનુમાનજીને બેસનના લાડુ અર્પણ કરવા જોઈએ. તેનાથી બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થશે.

    આ પણ વાંચો: રામ નવમી પર બની રહ્યો છે ત્રિવેણી સંયોગ, જાણો રામ જન્મોત્સવનું શુભ મુહૂર્ત

    વૃષભઃ વૃષભ રાશિના લોકોએ હનુમાન જયંતી પર તુલસી બીજનો ભોગ લગાવવો જોઈએ. તમારી મનોકામના પૂર્ણ થશે.

    મિથુનઃ હનુમાન જયંતી પર તમારી રાશિના લોકોએ પૂજાના સમયે તુલસીના પાન ચઢાવવા જોઈએ.

    કર્કઃ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ગાયના ઘીમાં બેસનનો હલવો બનાવો અને પૂજા સમયે ભોગ લગાવો. બજરંગબલી પ્રસન્ન થશે.

    સિંહઃ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને હનુમાનજી સૂર્ય દેવના શિષ્ય છે. હનુમાન જયંતી પર બજરંગબલીને જલેબીનો ભોગ લગાવો.

    કન્યાઃ આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર બજરંગબલીને ચાંદીનો અર્ક ચઢાવવો જોઈએ.

    તુલાઃ તુલા રાશિવાળા લોકોએ હનુમાનજીને મોતીચુર એટલે કે બૂંદીના લાડુનો ભોગ લગાવવો જોઈએ.

    આ પણ વાંચો: એપ્રિલમાં બની રહ્યો છે ધન રાજ યોગ, આ 4 રાશિઓને થશે મહાલાભ!

    વૃશ્ચિકઃ તમારી રાશિના લોકોએ હનુમાનજીને બેસનના લાડુ અર્પણ કરવા જોઈએ. ઘરે ગાયના ઘીમાં બેસનના લાડુ બનાવીને ચઢાવો.

    ધનુ: હનુમાન જયંતી પર ધનુ રાશિના જાતક બજરંગબલીને બૂંદીના લાડુ અને તુલસીના પાન અર્પણ કરો.

    મકર: તમારે હનુમાનજીના જન્મદિવસ પર મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ. તમારી મનોકામના પૂર્ણ થશે.

    કુંભઃ હનુમાન જયંતી પર બજરંગબલીને સિંદૂરનો ચોલા ચઢાવો અને લાડુનો ભોગ લગાવો.

    મીનઃ મીન રાશિના લોકોએ હનુમાન જયંતી પર પવનપુત્રને લવિંગ અર્પણ કરવી જોઈએ. આનાથી બજરંગબલી પ્રસન્ન થશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Hanuman, Hanumanji puja, Lord Hanuman, Zodiac signs, ધર્મભક્તિ

    આગામી સમાચાર