Home /News /dharm-bhakti /

Hanuman Jayanti 2022: હનુમાન જયંતિ પર બની રહ્યો છે વિશેષ યોગ, નોટ કરી લો પૂજાનું શુભ મુહૂર્ત

Hanuman Jayanti 2022: હનુમાન જયંતિ પર બની રહ્યો છે વિશેષ યોગ, નોટ કરી લો પૂજાનું શુભ મુહૂર્ત

આ વર્ષે હનુમાન જયંતિ 16 એપ્રિલ શનિવારે ઉજવવામાં આવશે.

Hanuman Jayanti 2022: આ વર્ષે હનુમાન જયંતિ 16 એપ્રિલ શનિવારે ઉજવવામાં આવશે. આ હનુમાન જયંતિ પર વિશેષ યોગ બની રહ્યા છે. આવો જાણીએ પૂજાના મુહૂર્ત (Hanuman Jayanti Puja Muhurat) વિશે.

    Hanuman Jayanti 2022: સંકટમોચન હનુમાનજી (Lord Hanuman)નો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂનમે મંગળવારે થયો હતો. ભગવાન શ્રીરામના જન્મ ચૈત્ર નવમીના બરાબર 6 દિવસ બાદ રુદ્રાવતાર પવનપુત્રનો જન્મ થયો હતો. પોતાના પ્રભુ શ્રીરામને સંકટોથી બચાવવા માટે કેસરીનંદન માતા અંજનાના ગર્ભથી જન્મ્યા અને પોતાના જીવનનો પરમ ઉદ્દેશ પણ સાર્થક કર્યો. બજરંગબલીએ પોતાની ભક્તિ દ્વારા સિદ્ધ કર્યું કે ભગવાન રામથી મોટું તો તેમના પ્રભુનું નામ છે, તેમની ભક્તિ છે. આ વખતે હનુમાન જયંતિ પર વિશેષ યોગ બની રહ્યા છે, આવો જાણીએ પૂજાના મુહૂર્ત (Hanuman Jayanti Puja Muhurat) વિશે.

    હનુમાન જયંતિ પર વિશેષ યોગ

    આ વર્ષે હનુમાન જયંતિ 16 એપ્રિલ શનિવારે છે. આ દિવસે રવિ યોગ બની રહ્યો છે, જે તમામ પ્રકારના દોષોને દૂર કરે છે અને કાર્યમાં સફળતા અપાવે છે. સવારથી જ રવિ યોગ બની રહ્યો છે. તે પ્રાત: 05:55 થી શરૂ થઈને સવારે 08:40 સુધી રહેશે. આ મુહૂર્તમાં હનુમાનજીની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી રહેશે.

    આ પણ વાંચો: હનુમાન જયંતી પર કરો આ ઉપાય, બજરંગબલી આપશે ખૂબ સફળતા

    હનુમાન જયંતિના દિવસે હસ્ત નક્ષત્ર સવારે 08.40 સુધી છે, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર શરૂ થશે. આ બંને નક્ષત્રો માંગલિક કાર્યો માટે શુભ છે. 16 એપ્રિલે સવારે 11.55 થી 12.47 સુધી અભિજિત મુહૂર્ત શરૂ થશે. આ દિવસનો આ શુભ સમય છે. જો તમારે આમાં કોઈ કામ શરૂ કરવું હોય તો તમે કરી શકો છો.

    શનિવારે હનુમાન જયંતિ

    આ વખતે હનુમાન જયંતિ શનિવારે છે. જે લોકો શનિની મહાદશા, સાડાસાતી કે ઢૈયાથી પરેશાન છે, તેઓ હનુમાનજીના આશીર્વાદથી કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. જે લોકો શ્રીરામની સેવામાં અથવા હનુમાનજીની ભક્તિમાં લાગેલા હોય છે તેમને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી. શનિ દોષથી બચવા માટે તમારે આ હનુમાન જયંતિ પર બજરંગબલીની વિશેષ પૂજા કરવી જોઈએ.

    આ પણ વાંચો: બે વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, સફર પહેલા જાણી લો આ જરૂરી બાબતો

    હનુમાન જયંતિની તિથિ

    હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ 16 એપ્રિલે સવારે 02:25 થી રાત્રે 12.24 સુધી છે. ઉદયાતિથિ અનુસાર ચૈત્ર પૂર્ણિમા 16 એપ્રિલે છે. આ દિવસે જ હનુમાન જયંતિ મનાવવામાં આવશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Hanuman, Hanuman Ji, Hanuman Pooja, Lord Hanuman, ધર્મભક્તિ

    આગામી સમાચાર