હનુમાન જયંતીએ જોવા મળશે Super Pink Moonનો અદભૂત નજારો, જાણો શુભ સંયોગ

News18 Gujarati
Updated: April 7, 2020, 9:42 AM IST
હનુમાન જયંતીએ જોવા મળશે Super Pink Moonનો અદભૂત નજારો, જાણો શુભ સંયોગ
Super Pink moon: 8 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમાનો શુભ સંયોગ, આ સમયે જુઓ સુપરમૂન

Super Pink moon: 8 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમાનો શુભ સંયોગ, આ સમયે જુઓ સુપરમૂન

  • Share this:
અમદાવાદઃ ભક્તો માટે કષ્ટ હરનારા સંકટમોચન હનુમાન ભગવાનની જયંતી (Hanuman Jayanti) આ વર્ષે 8 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો આસ્થા સાથે ભગવાન હનુમાનની પૂજા કરે છે. સાથોસાથ પોતાના ઘરોમાં અખંડ પાઠનું પણ આયોજન કરતાં હોય છે. આ વર્ષે જ્યાં લોકો એક તરફ ભગવાન હનુમાનની પૂજામાં લીન હશે તો બીજી તરફ આકાશમાં જોરદાર અને અદભૂત નજારો જોવા મળશે.

આ વર્ષે હનુમાન જયંતીના રોજ આકાશમાં ગુલાબી રંગનો ચંદ્ર (Super Pink Moon) જોવા મળશે. આ સંયોગ વર્ષો બાદ બની રહ્યો છે. જેને તમે પોતાની નરી આંખે જોઈ શકશો. હનુમાન જયંતી પર શું છે સંયોગ અને કેમ ચંદ્રનો રંગ ગુલાબી હશે તેના વિશે ચાલો જાણીએ...

ચૈત્રી પૂર્ણિમાનો શુભ સંયોગ

8 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમાના કારણે આકાશમાં ચંદ્ર સામાન્ય આકારથી મોટા આકારનો જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષનો સૌથી મોટી ચંદ્રનો આકાર હશે. જે સુપરમૂન પણ કહેવામાં આવે છે. તે સૌથી વધુ ચમકતો પણ દેખાશે. બીજી તરફ, તેનો રંગ ગુલાબી હશે. 8 એપ્રિલે જોવા મળનારા ચંદ્રને સુપર પિંક મૂન નામ આપવામાં આવ્યું છે.

સુપરમૂન શું છે?

ખગોળ શાસ્ત્રી રિચર્ડ નૉલે 1979માં સામાન્ય આકારથી મોટા અને ચમકતાં ચંદ્રને સુપરમૂન નામ આપ્યું હતું. ધરતીથી ચંદ્રના અંતર 384.400 કિ.મી. છે. પરંતુ સુપરમૂન દરમિયાન તે ઘટીને 356,907 કિ.મી. થઈ જાય છે. તેથી તે ધરતી પરથી વધુ મોટા આકારમાં દેખાય છે.આ સમયે જુઓ સુપરમૂન

આકાશમાં સુપરમૂન જીએસટી અનુસાર 2.35 વાગ્યે દેખાશે. તે મુજબ ભારતમાં તે સમયે સવારે 8 વાગી ચૂક્યા હશે. તેનો એ અર્થ થાય કે સુપરમૂન ભારતમાં નહીં જોઈ શકાય. પરંતુ લાઇવ સ્ટ્રીમિંગથી તમે આ ચંદ્રનો દીદાર કરી શકશો.
First published: April 7, 2020, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading