Home /News /dharm-bhakti /Hanuman Jayanti 2020: આજે છે હનુમાન જયંતી, જાણો વર્ષમાં બે વખત કેમ ઉજવવામાં આવે છે...
Hanuman Jayanti 2020: આજે છે હનુમાન જયંતી, જાણો વર્ષમાં બે વખત કેમ ઉજવવામાં આવે છે...
હનુમાન દાદાની જન્મ જયંતી
ભગવાન હનુમાનને જ્યારે રાવણના માણસો એ જોયા, ત્યારે તેમને પકડવાની કોશિશ કરી. તે સમયે ભગવાન હનુમાને માત્ર અશોક વાટિકા નષ્ટ નહોંતી કરી, પરંતુ તેના પુત્ર અને સૈનિકોનો પણ નાશ કર્યો હતો તથા તેમની પૂંછડીથી લંકાને આગ લગાડી હતી. કહેવામાં આવી
ભગવાન હનુમાનની જન્મજયંતિને હનુમાન જયંતિના શુભ અવસરે મનાવવામાં આવે છે. આ શુભ અવસર વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. ભારતીય દક્ષિણ ક્ષેત્રમાં આ અવસર ચૈત્રી પૂર્ણિમાએ અને ભારતીય ઉત્તરીય ક્ષેત્રમાં નરક ચતુર્દશી અથવા કૃષ્ણ પક્ષના રોજ ઊજવવામાં આવે છે. આ અવસર ભગવાન હનુમાનની જન્મજયંતિ અને ભગવાન હનુમાનના વિજયના દિવસે એમ બે વાર ઊજવવામાં આવે છે. હિંદુ શાસ્ત્ર અનુસાર હનુમાન જંયતિ ચૈત્ર મહિનાના મંગળવારે ઊજવવામાં આવે છે, કારણ કે, હિન્દુ કેલેન્ડર અનુસાર આ દિવસ ભગવાન હનુમાનનો વિજય દિવસ છે. રામાયણ અનુસાર લંકાપતિ રાવણે દેવી સીતાનું અપહરણ કર્યા બાદ ભગવાન હનુમાન લંકાની અશોક વાટિકામાં પહોંચ્યા હતા. ભગવાન હનુમાનને જ્યારે રાવણના માણસો એ જોયા, ત્યારે તેમને પકડવાની કોશિશ કરી. તે સમયે ભગવાન હનુમાને માત્ર અશોક વાટિકા નષ્ટ નહોંતી કરી, પરંતુ તેના પુત્ર અને સૈનિકોનો પણ નાશ કર્યો હતો તથા તેમની પૂંછડીથી લંકાને આગ લગાડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દેવી સીતા ભગવાન અને હનુમાન સાથે રાવણને હરાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે હનુમાનનું ભગવાન રામ પ્રતિ સમર્પણ જોઈને દેવી સીતાએ તેમને અમરતાનું વરદાન આપ્યું હતું. ભગવાન હનુમાનની જીત, અમરતાના વરદાન માટે હનુમાન જયંતિ ઊજવવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન હનુમાનનો જન્મ કારતકની કૃષ્ણા પક્ષની ચતુર્દશીના દિવસે શનિવારે થયો હતો. અંજનાદ્રી પહાડો પર માં ધ્યાન કરી રહી હતી, ત્યારે અંજના અને કેસરીના ઘરે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો.
ઘણા ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે. કેટલાક ભક્તો ભગવાન હનુમાનના આશીર્વાદ માટે રામચરિત્ર માનસ અને સુંદરકાંડના પાઠ કરે છે. કેટલાક ભક્તો ભગવાન હનુમાનની મૂર્તિ પર સિંદૂર ચઢાવે છે, તો કેટલાક ભક્તો પવિત્ર ગંગાજળથી મૂર્તિને સ્નાન કરાવે છે. ભગવાન હનુમાન બજરંગબલી, અંજનિપુત્ર અને પવનપુત્ર જેવા નામોથી પણ ઓળખાય છે. ભગવાન રામના ભક્ત પણ છે, અને સાહસ, નિષ્ઠા અને કરુણાના પ્રતિક પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર