હનુમાન જયંતી પર ભૂલથી પણ ન કરો આ પાંચ કામ

રામભક્ત હનુમાન જીને કળયૂગમાં એક દેવતા સ્વરુપે પૂજવામાં આવે છે. જેનુ માત્ર નામ લેવાથી સંકટમાં ભક્તોની પુકાર સાંભળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનના શુક્લ પક્ષની પૂર્ણિમાંએ મનાવવામા આવે છે.

News18 Gujarati
Updated: April 17, 2019, 10:56 AM IST
હનુમાન જયંતી પર ભૂલથી પણ ન કરો આ પાંચ કામ
હનુમાન જયંlતી 2019: ચૈત્ર પૂર્ણિમા 19 એપ્રિલ શુક્રવારના રોજ છે.
News18 Gujarati
Updated: April 17, 2019, 10:56 AM IST
હનુમાન જયંતી 2019 : રામભક્ત હનુમાન જીને કળયૂગમાં એક દેવતા રુપે પૂજવામાં આવે છે. જેનુ માત્ર નામ લેવાથી સંકટમાં ભક્તોની પુકાર સાંભળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનના શુક્લ પક્ષની પૂર્ણિમાંએ મનાવવામા આવે છે. આ વખતે 19 મી એપ્રિલ 2019 શુક્રવારના રોજ હનુમાન જયંતી થાય છે. આ દિવસે ભક્તો હનુમાન જીની ઉપાસના રાખે છે. ભક્તો હનુમાન ચાલીસા, સુંદરકાંડ કરે છે અને મંદિરોમાં પણ ભજન -કિર્તન કરવામાં આવે છે. આ દિવસે આ પાંચ કામ ભૂલથી પણ ન કરવા જોઇએ.

ફક્ત લાલ રંગના કપડાનો જ ઉપયોગ કરો- રામ ભક્તને લાલ કલર ખૂબ જ પ્રિય છે. પૂજા સમયે આ વસ્તુની વિશેષ કાળજી લો. બજરંગ બલીને લાલ પુષ્પ અને લાલ કપડાં જ પ્રદાન કરો. પૂજામાં કાળા અથવા સફેદ કપડાનો ઉપયોગ ન કરશો. ફક્ત લાલ અને પીળા કપડાંનો ઉપયોગ કરો.

ઉપવાસમાં મીઠું વાપરશો નહીં- જો તમે હનુમાન જયંતીના દિવસે ઉપવાસ રાખો છો, તો તમારે આ દિવસે મીઠું વાપરવું જોઈએ નહીં. કોઈપણ બજરંગ બલી વ્રતમાં ઉપવાસમાં મીઠું સ્વીકારવામાં આવતું નથી. આ દિવસે તમારે ફક્ત ફળો અને મીઠાઈનું જ સેવન કરવુ જોઈએ. પરંતુ દાનમાં આપેલી મીઠાઇનો ઉપયોગ કરશો નહીં.અશાંત મનથી ન કરો બજરંગ બલીનું ધ્યાન- સાધના કરતી સમયે શાંતિનું વિશેષ ધ્યાન રાખો, તમારુ મન અશાંત છે તો બજરંગ બલીની સાધના ન કરો.

ચરણામૃતનો ઉપયોગ કરશો નહીં- હનુમાન જીને ચરણામૃત આપવામાં આવતો નથી, આ વિશે ઘણા લોકો જાણતા નથી. તેથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપાસના કરતી વખતે કોઈપણ સ્વરૂપમાં કોઈ ચરણામૃતનો ઉપયોગ કરવો નહીં. આ રીતે તૂટેલી અને ખંડિત મૂર્તિઓની પૂજા કરશો નહીં.
Loading...હનુમાનજીની ઉપાસના કરતી વખતે બ્રહ્મચર્ય પર વિશેષ ધ્યાન આપો. આ દિવસે મહિલાઓના સ્પર્શથી દુર રહેવું જોઇએ.
First published: April 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...