Home /News /dharm-bhakti /ભગવાન શિવે શા માટે બનવું પડ્યું હતું ભિક્ષુક? જાણો હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રસપ્રદ કથા

ભગવાન શિવે શા માટે બનવું પડ્યું હતું ભિક્ષુક? જાણો હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રસપ્રદ કથા

હનુમાનજીના જન્મની કથા

Hanuman Birth Story: ભગવાન શિવ માતા અંજનીની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું. ભગવાન શિવે ભિક્ષુક બનીને માતા અંજનીની પરીક્ષા લીધી. શિવના આશીર્વાદથી માતા અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો.

    ભગવાન શિવને કોમળ તેમજ સરળ હૃદય વાળા દેવના રૂપમાં ઓળખાવામાં આવે છે, શિવનો સ્વભાવ ખુબ ભોળો છે, માટે એમને ભોળાનાથ કહેવામાં આવે છે. ભક્તોની સાચી શ્રદ્ધાથી શિવ પ્રસન્ન થાય છે. પોતાના ભક્તોની રક્ષા માટે શિવે ઘણા અવતાર લીધા છે. શિવપૂરાણમાં શિવના વિભિન્ન અવતારોની કથા મળે છે. આજે અમે તમને શિવ સાથે જોડાયેલી એક એવી કથા સંભાળવશે, જેમાં એમની માતા અંજનીની પરીક્ષા લેવા માટે ભિક્ષુનો વેશ ધારણ કર્યો હતો. જે કથા હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી છે.

    12 વર્ષ સુધી તપસ્યા

    પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે કેસરી અને માતા અંજની પુત્રના સુખથી વંચિત હતા. એમણે ઋષિ મતંગથી સંતાન સુખની પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો. ત્યારે ઋષિ મતંગે માતા અંજનીને 12 વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા અને ઉપવાસ કરવા કહ્યું. ઋષિ મતંગની વાત માનતા માતા અંજનીએ શિવની કઠોર તપસ્યા કરી. તપસ્યા પુરી થવા પર મતંગ ઋષિએ માતા અંજનીને આશીર્વાદ આપ્યા કે ભગવાન શિવ જલ્દી જ આશીર્વાદ આપવા આવશે.

    આ પણ વાંચો: આવતીકાલે છે ખાસ દિવસ! વૃશ્ચિક સંક્રાંતિ પર કરો સૂર્યદેવની પુજા, અપાર જ્ઞાન અને સમૃદ્ધિ મળશે

    ભિક્ષુકના રૂપમાં આવ્યા ભગવાન શિવ

    માતા અંજનીએ ભગવાન શિવના સત્કાર માટે 56 ભોગ બનાવ્યા. માતા અંજનીની પરીક્ષા લેવા માટે ભગવાન શિવ ભિક્ષુક બનીને પહોંચ્યા હતા. માતા અંજનીએ ભિક્ષુકને ભોજન પીરસ્યું, પરંતુ એમણે 56 ભોગ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. માતા અંજનીએ ભિક્ષુકને કહ્યું, કે 56 ભોગ શિવ માટે છે, ત્યારે ભિખારીએ માતા અંજની પર ક્રોધ જતાવતા ભગવાન શિવનું અપમાન કર્યું. માતા અંજનીએ ભિક્ષુકને ભગવાન શિવનું અપમાન ન કરવા પ્રાર્થના કરી. પરંતુ તેઓ શિવ માટે અપશબ્દ કહેતા રહ્યા. ત્યારે માતા અંજનીએ પોતાના ક્રોધ પર સંયમ રાખતા ભિક્ષુકને 56 ભોગ ગ્રહણ કરવા અનુરોધ કર્યો.

    આ પણ વાંચો: તુલસીના સૂકા પાંદડા પણ ચમકાવી શકે છે તમારી કિસ્મત, કરો આ ઉપાય



    માતા અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો

    આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને માતા અંજનીને દર્શન આપ્યા. ભગવાન શિવે માતા અંજનીને કહ્યું કે તમારા ગર્ભમાંથી રુદ્રાવતાર હનુમાનનો જન્મ થશે, જે વેદ અને શાસ્ત્રોના મહાન જાણકાર હશે. આ પછી માતા અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Hanuman Ji, Lord shiva

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन