શનિવારે હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર, જાણો સુંદર જવાબ

News18 Gujarati
Updated: April 27, 2019, 9:11 AM IST
શનિવારે હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર, જાણો સુંદર જવાબ
શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે. જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે.

મહિલાઓ હનુમાનજીને લાલ ફુલ આપીને પણ પુજા કરી શકે છે

  • Share this:
ધર્મ ડેસ્ક: શનિવારે હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર, જાણો સુંદર જવાબ મહિલાઓ હનુમાનજીને લાલ ફુલ આપીને પણ પુજા કરી શકે છે

શનિવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીની પુજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની પુજા કરવાથી નકારાત્મકતા દૂર રહે છે અને જીવનમાં સાહસ,આત્મવિશ્વાસ અને શક્તિની પ્રાપ્તિ તાય છે. માન્યતા છે કે શનિવારના દિવસે હનુમાનજીનો જન્મ તયો હતો અને તેમણે શનિ ગ્રહના નિયંત્રક પણ માનવામાં આવે છે.  એટલા માટે હનુમાનજીની પુજા માટે શનિવાર ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે જો 11 શનિવાર હનુમાનજીનું વ્રત રાખવામાં આવે અને તેમના દર્શન કરો તો દરેક પ્રકારના દેવામાંથી મુક્તિ મળે છે.

સિંદૂરથી જ કેમ કરવામાં આવે છે પુજા

માન્યતાઓ પ્રમાણે એકવાર હનુમાનજીએ માતા સીતાને તેમના સિંદૂર લગાવવાનું કારણ પુછ્યું હતું. ત્યારે સીતામાતાએ કહ્યું હતું કે, આ સિંદૂર તેમના અને રાજા રામના પ્રેમનું પ્રતિક છે. ભગવાન રામ હંમેશા તેમની સાથે રહે એટલે તે માટે પોતાની માંગમાં સિંદૂર લગાવે છે. જે સાંભળીને હનુમાનજી બોલ્યા હતાં કે જો તમે થોડા જ સિંદૂરથી ભગવાન રામને પોતાના બનાવી લો છો તો હું આજથી પોતાના આખા શરીર પર સુંદૂરનો લેપ લગાવીશ. ત્યારથી હનુમાનજીને સિંદૂરથી ખુશ કરવાની માન્યતા છે. જો કે કહેવામાં આવે છે કે મહિલાઓએ હનુમાનજીને સિંદૂર લગાવવાથી બચવું જોઈએ. મહિલાઓ હનુમાનજીને લાલ ફુલ આપીને પણ પુજા કરી શકે છે.

દેશના કેટલાક વિસ્તારોમાં હનુમાનજીની પૂજા કરીને સાથે તેમને લાલ રંગનો રામ નામનો ધ્વજ પણ અર્પવાની વિશેષ માન્યતા છે. જેમાં માન્યતા છે કે શનિવારના દિવસે રામ નામનો ત્રિકોળીયો ધ્વજ ચઢાવવાથી આયુષ્ય વધે છે તથા કોર્ટમાં ચાલતા કેસો,પરિક્ષામાં વિજય પણ મળે છે અને સાથે ઘનની પ્રાપ્તિ થાય છે.
First published: April 26, 2019, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading