Home /News /dharm-bhakti /શનિવારે સૂર્યોદય પછી નહિ કરવી જોઈએ પીપળાની પૂજા, નહીંતર બરબાદ થઇ જશો; જાણો કથા

શનિવારે સૂર્યોદય પછી નહિ કરવી જોઈએ પીપળાની પૂજા, નહીંતર બરબાદ થઇ જશો; જાણો કથા

પીપળાની પૂજા

Pipal Tree: હિન્દુ ધર્મમાં પીપળાની પૂજાનું વિશેષ મહત્વ છે. તે તમામ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. શનિવારે સૂર્યોદય પછી પીપળના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ.

    હિન્દૂ ધર્મમાં પીપળાના ઝાડનુ વિશેષ મહત્વ છે. એને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. માટે એને પાણી પીવડાવવું અને પૂજા પુણ્યદાયી માનવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે પીપળાના થડને શનિવારે દુર્યોદય પછી પાણી ન આપવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી મનુષ્યનો સર્વનાશ થઈ જાય છે. આ સબંધમાં ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી એક કથા ધર્મ ગ્રંથોમાં પ્રચલિત છે. આજે અમે એ જ કથા જણાવવા જઈ રહ્યા છે.

    શનિવારે પીપળાના ઝાડને નહિ આપવું જોઈએ પાણી

    પંડિત રામચંદ્ર જોશી અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણની મોટી પટરાણી રુક્મણિની એક નાની બહેન કુલક્ષ્મી ખુબ દરિન્દ્ર અને કહલકારી હતી. એના લગ્ન કરાવવા માટે રુક્મણિએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી હતી. એના પર કૃષ્ણે કુલક્ષ્મીના લગ્ન વનવાસી મુનિ સાથે કરાવવાની વાત કહી. જેથી વનમાં રહેવાથી એ કોઈ કંકાસ નહિ કરી શકે અને મુનિ સાથે સુધરવાની સંભાવના પણ છે.

    રુકમણીની સંમતિ પર, શ્રી કૃષ્ણએ તેના લગ્ન વનમાં રહેતા ઋષિ સાથે કરાવ્યા. પરંતુ મુનિની સંગતથી પણ તેણી સુધરી ન હતી. ઉલટું મુનિની પૂજા-અર્ચના, દાન અને હવન વગેરે કાર્યોનો પણ વિરોધ કર્યો. આના પર મુનિએ તેને દૂર જંગલમાં એક ઊંચા પીપળના ઝાડ પાસે બેસાડી અને પાછા આશ્રમ ફર્યા. પીપળ પર બેઠેલી કુલક્ષ્મી મધ્યરાત્રિએ રડવા લાગી પછી રૂકમણીના કહેવાથી શ્રી કૃષ્ણ તેની પાસે ગયા.

    આ પણ વાંચો: Vivah Muhurat 2022: આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નના માત્ર 8 મુહૂર્ત, જાણો યોગ નક્ષત્ર

    શ્રી કૃષ્ણે તેને મુનિનો વિરોધ ન કરવાની અને તેમના પ્રમાણે વર્તવાની સલાહ આપી. પરંતુ સ્વભાવે પોતાને લાચાર ગણાવતા તેણે કહ્યું કે તે આમ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં ભગવાને કહ્યું કે પછી આવા વિખવાદમાં એકાંતમાં રહેવું સારું.

    કહ્યું, હું આદેશ આપું છું કે તમે આ પીપળના વૃક્ષમાં નિવાસ કરો જેમા લક્ષ્મી સહિત તમામ દેવતાઓનો વાસ છે. જે શનિવારના દિવસે સૂર્યોદય પહેલા પીપળની પૂજા કરશે તેને લક્ષ્મી પ્રાપ્ત થશે, પરંતુ સૂર્યોદય પછી કરવામાં આવેલી પૂજા તમને અર્પિત થશે નહિ. જે સૂર્યોદય પછી પૂજા કરશે એમના ઘરમાં તમારો નિવાસ થઇ જશે.

    આ પણ વાંચો: Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરની આ દિશામાં કેળાનું ઝાડ લગાવો, ભાગ્ય ચમકી જશે



    ત્યારથી, શનિવારે સૂર્યોદય પહેલા પીપળને જળ અને પૂજા કરવાનું વિધાન છે. એવી માન્યતા છે કે સૂર્યોદય પછી પીપળના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં કુલક્ષ્મીનો વાસ થવાથી સર્વનાશનો નાશ થાય છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Puja, Saturday niyam

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन