Home /News /dharm-bhakti /Palmistry 2023 : શું તમારી હથેળીમાં પણ છે આ નિશાન? આપે છે 'રાજયોગ'ના સંકેત
Palmistry 2023 : શું તમારી હથેળીમાં પણ છે આ નિશાન? આપે છે 'રાજયોગ'ના સંકેત
હથેળી પરની રેખાઓ સિવાય પણ અનેક શુભ ચિન્હો છે, જેની મદદથી ભવિષ્ય વિશે પણ જાણકારી મેળવી શકાય છે
ઘણી રેખાઓ ધનવાન અને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે, તો ઘણી રેખાઓ દુર્ભાગ્યનો સંકેત પણ આપે છે. હથેળી પરની રેખાઓ સિવાય પણ અનેક શુભ ચિન્હો છે, જેની મદદથી ભવિષ્ય વિશે પણ જાણકારી મેળવી શકાય છે, તેમાંથી અમુક રાજયોગનો સંકેત (palm give indications of rajapayoga) પણ આપે છે. જેના કારણે વ્યક્તિને ક્યારેય પૈસાની કમી રહેતી નથી.
દરેક વ્યક્તિને પોતાનું ભવિષ્ય (Future Prediction) જાણવાની જીજ્ઞાસા સૌથી વધુ હોય છે. તેમાં ઘણી વખત આપણે ભવિષ્ય જાણવા માટે હસ્તરેખા શાસ્ત્ર (Palmistry)ના જાણકાર પાસે હાથ જોવડાવીએ છીએ. હકીકતમાં હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર બનતી ઘણી રેખાઓ અને નિશાનો વિશે જણાવવામાં આવ્યું છે, જેનું વિશેષ મહત્વ છે.
ઘણી રેખાઓ ધનવાન અને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે, તો ઘણી રેખાઓ દુર્ભાગ્યનો સંકેત પણ આપે છે. હથેળી પરની રેખાઓ સિવાય પણ અનેક શુભ ચિન્હો છે, જેની મદદથી ભવિષ્ય વિશે પણ જાણકારી મેળવી શકાય છે, તેમાંથી અમુક રાજયોગનો સંકેત (palm give indications of rajapayoga) પણ આપે છે. જેના કારણે વ્યક્તિને ક્યારેય પૈસાની કમી રહેતી નથી. તો ચાલો જાણીએ હથેળીમાં બનતા આ ખાસ નિશાનો અને તેના મહત્વ વિશે, જે રાજયોગનો સંકેત આપે છે.
જો હથેળી પર નીચે જણાવેલા નિશાન બને તો રાજયોગનો સંકેત કહેવાય છે.
હથેળીમાં બને છે માછલીની આકૃતિ
ઘણા લોકોની હથેળી પર માછલી આકારનું નિશાન હોય છે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે અને પોતાના ઘરથી દૂર રહે છે. તેમનું જીવન ઘણા દેશોની મુસાફરી કરવામાં પસાર થાય છે. તેમનું જીવન સુખમય હોય છે.
હથેળીમાં બને હાથીની આકૃતિ
હથેળી પર હાથીની આકૃતિ દેખાય તો આવા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. બિઝનેસમાં ખૂબ પૈસા કમાય છે. તેમનું જીવન ક્યારેય અભાવમાં પસાર થતું નથી.
હથેળી પર જોવા મળતું પાલખીનું નિશાન
હથેળી પર પાલખીનું નિશાન જોવા મળે તો તેને માતા લક્ષ્મીનું નિશાન માનવામાં આવે છે. તેઓ સ્વભાવે ખૂબ જ શાંત અને ધૈર્યવાન હોય છે. તેમનું જીવન ખૂબ જ લક્ઝરી હોય છે.
જો હથેળીમાં બને સાથિયાનું નિશાન
હથેળી પર સ્વસ્તિકનું નિશાન દેખાય તો તેનાથી ભાગ્યમાં પરિવર્તન આવે છે તેવું માનવામાં આવે છે. તેમનું જીવન વૈભવી અને સુખદ હોય છે. તેઓ ખૂબ જ મહેનતુ અને જિજ્ઞાસુ સ્વભાવના હોય છે. આવા લોકોને સમાજમાં માન-સન્માન મળે છે.
હથેળીમાં સૂર્યનું નિશાન હોવું
જો હથેળી પર સૂર્યનું ચિહ્ન દેખાય તો તેને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. તેમને ખૂબ સારો દરજ્જો મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર