હાથની રેખાઓ બની શકે છે પ્રેગ્નેંસીમાં થનારી પરેશાનીઓનું કારણ, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: February 3, 2020, 1:43 AM IST
હાથની રેખાઓ બની શકે છે પ્રેગ્નેંસીમાં થનારી પરેશાનીઓનું કારણ, જાણો કેવી રીતે
પ્રતિકાત્મક તસવીર

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર કોઈ દંપતીને કેટલા સંતા હશે અથવા સંતાન પ્રાપ્તિમાં કોઈ અડચણ હોય તો એનો સંબંધ પણ મહિલાની હથેળીથી હોઈ શકે છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : નિઃસંતાન હોવું આજકાલની સમસ્યાઓ પૈકી એક છે. ઘણાં દંપતીઓ એવા પણ હશે જેઓ સંતાન ન હોવાના કારણે પરેશાન રહે છે. પ્રેગ્નેસી (Pregnancy) અંગે મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, મહિલાઓની પ્રેગ્નેસી સંબંધ હાથની રેખાઓ સાથે હોઈ શકે છે. હસ્તરેખા વિજ્ઞાન (science)અનુસાર કોઈ દંપતીને કેટલા સંતા હશે અથવા સંતાન પ્રાપ્તિમાં કોઈ અડચણ હોય તો એનો સંબંધ પણ મહિલાની હથેળીથી હોઈ શકે છે. પરંતુ એ જરૂરી નથી કે આપણા જીવ સાથે જોડાયેલા તથ્યો એકદમ સાચા હોય કારણ કે હાથની રેખાઓ (hand line) બદલતા વાર નથી લાગતી. ચાલો જાણીએ કે હાથની કઈ રેખા ગર્ભાવસ્થા સાથે જોડાયેલી પરેશાનીઓ અંગે જણાવે છે. (astrology)

ક્યાં હોય છે આવી રેખાઓ?
હથેળીમાં ત્રણ સૌથી મહત્વપૂર્ણ રેખાઓ હોય છે. જીવનરેખા, ભાગ્ય રેખા અને હૃદય રેખા. હથેળી ઉપર શુક્ર પર્વત પ્રેમ અને ખાસ સંબંધો અંગે જણાવે છે. ક્યારેક શુક્ર પર્વતની આજુબાજુ એવા ચિન્હો હોય છે જે આપણી સેક્શુઅલ લાઈફ અને પારિવારીક જીવનથી સંબંધિત હોય છે. હસ્તરેખા વિજ્ઞાન પ્રમાણે આ ચિન્હોનો સંબંધ આપણી આવનારી સંતાનથી હોય છે. આવા જ ચિન્હો કોઈ સ્ત્રીની હથેળીમાં હોય તો એ સ્ત્રીની પ્રેગ્નેસી અને આ દરમિયાન આવનારી પરેશાનીઓ અંગે ઘણું બધું જાણી શકાય છે.

થઈ શકે છે ગર્ભપાતઃ-
જો કોઈ મહિલાની હથેળીમાં શુક્ર પર્વત ઉપર જાળની આકારનું ચિન્હ હોય તો હસ્તરેખા વિજ્ઞાન પ્રમાણે એ શુભ સંકેત માનવામાં આવતો નથી. આ ચિન્હ હોવાના કારણે એ સ્ત્રીને ગર્ભપાત હોવાની શક્યાતો રહે છે.

સંતાનને પહોંચી શકે છે નિશાન:-જો હાથના કાંડા પાસેની રેખા શુક્ર પર્વતની નીચે દ્વીપ (બહાર) ચિન્હ બનાવે છે તો હસ્તરેખા વિજ્ઞાન પ્રમાણે આ એ વાત તરફ સંકેત કરે છે કે તમારા સંતાનને કોઈ પ્રકારનું નુકસાન પહોંચી શકે છે.

મોટી ઉંમરે મળે છે માતા બનવાનું  સુખ:-
જે સ્ત્રીઓના કાંડા ઉપર બનેલી રેખા અંદરની તરફ વળેલી હોય તો તેને ગર્ભધારણ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત આવી સ્ત્રીઓ મોટી ઉંમરમાં માતા બનવાનું શુખ પ્રાપ્ત કરી શકે છે.

પ્રેગ્નેંસી સંબંધી તકલીફો થઈ શકે છે:-
જો કોઈ સ્ત્રીની જીવનરેખા તૂટેલી હોય અને તેનો એકભાગ શુક્ર પર્વત તરફ વળેલો હોય તો આવી મહિલાઓને ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે છે.

નિઃસંતાન હોય છે આવા સ્ત્રી પુરુષ:-
જો કોઈ મહિલા કે પુરુષના હાથમાં સૌથી નાની આંગળીથી નીકળેલી કોઈ રેખા વચ્ચેની આંગળી સુધી પહોંચે છે તો આવા સ્થિતિમાં તેઓ કોઈ દુર્ઘટનાના શિકાર હોવાની આશંકા અથવા આવા સ્ત્રી પુરુષો આખી જિંદગી નિઃસંતાન રહે છે.

જો હોય આ જગ્યાએ ક્રોસનું નિશાન:-
કોઈ સ્ત્રીની હથેળી ઉપર વચ્ચેની આંગળી અને ચોથી આંગળી વચ્ચે જો ક્રોસનું નિશાન બનતા દેખાય તો આવી મહિલાઓ જિવનભર નિઃસંતાન રહેવાની શક્યાત રહેલી છે.

થઈ શકે છે યૌન સંબંધી સમસ્યા:-
જો આવું જ ક્રોસનું નિશાન ઠીક એજ જગ્યાએ કોઈ પુરુષની હથેળીમાં હોય તો તેને સેક્સુઅલ લાઈફમાં સમસ્યાઓ આવતી હોય થે. જો કોઈ પુરુષની હથેળી ઉપર ક્રોસનું ચિહ્ન શુક્ર પર્વત ઉપર બને છે તો તેનું જીવન યૌન મુશ્કેલીઓથી ભરેલું રહે છે. આવા પુરુષોને યૌન સંબંધી અનેક તકલીફો આવે છે.
First published: February 3, 2020, 1:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading