Home /News /dharm-bhakti /ગજબના ચોર! પહેલા ખીચડી બનાવી, પછી સ્નાન કર્યું અને સવારે ચોરી કરી રફૂચક્કર
ગજબના ચોર! પહેલા ખીચડી બનાવી, પછી સ્નાન કર્યું અને સવારે ચોરી કરી રફૂચક્કર
ચોરની ચોંકાવનારી ચોરી!
ચોરોના જુસ્સાને જોઈને પોલીસ પણ મુંઝવણમાં આવી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, ચોરોને કોઈનો ડર નહોતો. આખી રાત ઘરમાં રોકાયા બાદ ચોરોએ ઘરની અંદર ખીચડી બનાવી હતી.
હલ્દવાની, ઉત્તરાખંડ: હલ્દવાનીમાં ચોરોના જુસ્સાને જોઈને પોલીસ પણ મુંઝવણમાં આવી ગઈ છે. ત્યા રાત્રિના સમયે ચોર એક બંધ મકાનમાં પ્રવેશ્યા હતા. તે પહેલા રસોડામાં ગયો અને ખીચડી ખાધી હતી. આટલું જ નહીં, સવારે ન્હાયા અને પછી કબાટના લોકરમાં રાખેલી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે મકાન માલિકે પોલીસે કેસ નોંધ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ચેક કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હલ્દવાનીના મુખાની પોલીસ સ્ટેશન વિસ્તારના હિમ્મતપુર મલ્લાના રહેવાસી લક્ષ્મણ સિંહ અધિકારી ભારતીય સ્ટેટ બેંકમાંથી નિવૃત્ત અધિકારી છે. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પુત્રને મળવા જમશેદપુર ગયા હતા. ત્યારથી તેના ઘરને તાળું લાગેલું હતું. પડોશીઓ તેમના ઘરની સંભાળ રાખતા હતા. 6 ફેબ્રુઆરીના રોજ પડોશીઓએ ઘરનું તાળું તૂટેલું જોયું, જેથી તેઓએ તરત જ લક્ષ્મણ સિંહને તેની જાણ કરી હતી. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. મુખાણી પોલીસ સ્ટેશનના હેડ એસઓ રમેશ બોરા પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ પણ ઘરનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, ચોરોએ આખી રાત ઘરને ખોરી નાખ્યું હતું. ઘરની તમામ વસ્તુઓ વેરવિખેર પડી હતી. નવાઈની વાત એ છે કે, ચોરોને કોઈનો ડર નહોતો. આખી રાત ઘરમાં રોકાયા બાદ ચોરોએ ઘરની અંદર ખીચડી બનાવી હતી. ખીચડી ખાધા પછી પલંગ પર તપેલું રાખીને ચોરી કરી હતી. એટલું જ નહીં, આ પછી તેણે સવારે બાથરૂમમાં સ્નાન પણ કર્યું અને પછી લાખોની રોકડ અને ઘરેણાં લઈને આરામથી ઘરની બહાર નીકળી ગયા હતા.
મુખાની પોલીસ સ્ટેશનના વડા રમેશ બોરાએ જણાવ્યું કે, નજીકમાં લાગેલા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ચોરોને પકડીને તમામ સામાન રિકવર કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર