Home /News /dharm-bhakti /Astro Tips: આ દિવસે તેલ લગાવવાથી ઘરમાં આવે છે ગરીબી, જાણો શુ કહે છે શાસ્ત્રોક્ત નિયમો
Astro Tips: આ દિવસે તેલ લગાવવાથી ઘરમાં આવે છે ગરીબી, જાણો શુ કહે છે શાસ્ત્રોક્ત નિયમો
વાળમાં તેલ લગાવવાના નિયમો
Hair Astrology: વાળ સારા રહે તે માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોમાં તેલ લગાવવા બાબતે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ગ્રહ દોષ નડતો નથી. તેલ લગાવવા બાબતે શાસ્ત્રોમાં કયા નિયમો જણાવવામાં આવ્યા છે.
ધર્મ ડેસ્ક: વાળ સારા રહે તે માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. ઘણા પુરુષો નહાતા પહેલા દરરોજ વાળમાં તેલ લગાવે છે. મહિલાઓ એક સપ્તાહમાં માત્ર એકથી બે વાર તેલ લગાવે છે. તેલ લગાવવાથી વાળની સાથે સાથે શરીરને પણ લાભ થાય છે. તેલ લગાવવાથી વાળ મજબૂત થાય છે, તથા શુષ્ક ત્વચાથી પણ છુટકારો મળે છે. ઉપરાંત માથામાં તેલની માલિશ કરવાથી વાળ જડમૂળમાંથી મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. શાસ્ત્રોમાં તેલ લગાવવા બાબતે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ગ્રહ દોષ નડતો નથી. તેલ લગાવવા બાબતે શાસ્ત્રોમાં કયા નિયમો જણાવવામાં આવ્યા છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
આ દિવસે વાળમાં તેલ ના લગાવવું
રવિવાર
શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. આ દિવસે તેલ લગાવવાથી શરીરનું તાપમાન વધે છે. આ કારણોસર આરોગ્ય અને દિમાગ પર ખરાબ અસર થાય છે. જેથી આ દિવસે વાળમાં તેલ ના લગાવવું જોઈએ.
મંગળવાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે તેલ ના લગાવવું જોઈએ. મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે તેલ લગાવવાથી ઉંમર ઓછી થઈ જાય છે.
ગુરુવારના દિવસે વાળ ના ધોવા જોઈએ અને તેલ પણ ના લગાવવું જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે તેલ લગાવવાથી ગુરુ નારાજ થઈ જાય છે અને દેવું વધે છે. ઉપરાંત આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે.
શુક્રવાર
શાસ્ત્રો અનુસાર શુક્રવારના દિવસે પણ તેલ ના લગાવવું જોઈએ. આ દિવસે તેલ લગાવવાથી ગરીબી આવે છે. ઉપરાંત સમાજમાં માન અને સમ્માન ખતમ થઈ જાય છે.
શાસ્ત્રો અનુસાર સોમવાર, બુધવાર અને શનિવારના દિવસે તેલ લગાવવું જોઈએ. આ દિવસે તેલ લગાવવાથી ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે શનિ મહારાજને તેલ ચઢાવવું જોઈએ. શનિદેવ પ્રસન્ન થાય તો જીવનના તમામ કષ્ટ દૂર થાય છે અને તમામ ક્ષેત્રે સફળતા મળે છે.
(નોંધ- આ લેખમાં જે પણ જાણકારી અને માહિતી આપવામાં આવી છે, તેની વિશ્વસનીયતાની કોઈ ગેરંટી નથી. ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંત પાસેથી સલાહ અને સૂચન મેળવી લેવા.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર