Home /News /dharm-bhakti /Guruwar Upay: ગુરુવારે કરી લો આમાંથી કોઇપણ એક અચૂક ઉપાય, ધનલાભથી દૂર થશે આર્થિક તંગી, મળશે ભાગ્યનો સાથ

Guruwar Upay: ગુરુવારે કરી લો આમાંથી કોઇપણ એક અચૂક ઉપાય, ધનલાભથી દૂર થશે આર્થિક તંગી, મળશે ભાગ્યનો સાથ

ગુરુવારના દિવસે કેટલાંક સરળ ઉપાય કરવાથી તમારી કિસ્મત બદલાઇ શકે છે.

Guruwar Upay: આજે વર્ષ 2023ના માર્ચ મહિનાનો ત્રીજો ગુરુવાર છે. હિન્દુ ધર્મમાં દરેક વાર કોઇને કોઇ દેવી-દેવતાને સમર્પિત છે. આ જ કડીમાં ગુરુવાર વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ દિવસે જગતના પાલનહાર કહેવાતા ભગવાન વિષ્ણુની વિશેષ રૂપે પૂજા-અર્ચના કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના આશિર્વાદથી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી જાય છે. ભાગ્ય સાથ ન આપતું હોય કે કોઇ અન્ય સમસ્યા ચાલી રહી હોય તો ગુરુવારના દિવસે કેટલાંક સરળ ઉપાય કરવાથી તમારી કિસ્મત બદલાઇ શકે છે.

વધુ જુઓ ...
ગુરુવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે. ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રહ છે. બૃહસ્પતિને દેવતાઓના ગુરુ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની આરાધનાની અનેક રીતો જણાવવામાં આવી છે. જેને અપનાવવાથી તમારી કુંડળીનો ગુરુ મજબૂત થશે અને તમારા બધા જ બગડેલા કામ પાર પડવા લાગશે.

ગુરુવારે (Guruwar Upay) કેસર, પીળુ ચંદન કે પછી હળદરનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દાન કરવાથી ગુરુ મજબૂત થાય છે, જેનાથી આરોગ્ય અને સુખની વૃદ્ધિ થાય છે. સાથે જ ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. જો તમે આ વસ્તુઓનું દાન ન કરી શકો તો તેને તિલક રૂપે પણ લગાવી શકો છો. તેનાથી પણ લાભ થાય છે અને આ દિવસે જો તમે કેટલાંક ઉપાય કરશો તો તમને જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા નહીં આવે. તો ચાલો તમને જણાવીએ ગુરુવારના આ ઉપાયો વિશે...

આ પણ વાંચો:  Budh Gochar: ગ્રહોના રાજકુમારનું આજે રાશિ પરિવર્તન, આ 5 રાશિના જાતકોના ધન-બિઝનેસ અને યશમાં થશે વૃદ્ધિ

ગુરુવારે કરો આ વિશેષ ઉપાય (Guruwar Upay)



  • બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો.

  • સ્નાનના સમયે 'ૐ બૃ બૃસ્પતે નમ:'નો જાપ પણ કરો.

  • ગુરુના તમામ પ્રકારના દોષને દૂર કરવા માટે તમે ગુરુવારના દિવસે સ્નાન

  • કરવાના પાણીમાં ચપટી હળદર નાંખીને સ્નાન કરો.

  • આ સાથે જ સ્નાન કરતી વખતે 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ જરૂર કરો.

  • ગુરુવાર(Guruwar Upay)નું વ્રત અને કેળાના વૃક્ષને જળ અર્પિત કરીને પૂજા અર્ચના કરો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણોનું સમાધાન થશે અને જો તમે પરણિત છો તો તમારા વૈવાહિક જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા નહીં આવે.

  • સ્નાન બાદ પીળા રંગના વસ્ત્ર ધારણ કરો.

  • સ્નાન બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમા કે છવિ સામે ઘીનો દીવો પ્રગટાવો.
    ભગવાન વિષ્ણુના પીળા રંગના ફૂલો સાથે તુલસીનો એક નાનો છોડ અથવા પાન અર્પિત કરો.

  • તમારા કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક ધારણ કરો.

  • માન્યતા અનુસાર ભગવાન બૃહસ્પતિને પીળા રંગની વસ્તુઓ પ્રિય છે. તેથી આ દિવસે બ્રાહ્મણોને પીળા રંગની વસ્તુઓ જેવી કે, ચણાની દાળ, ફળ વગેરે દાન કરો.

  • આ દિવસે સવારના સમયે ચણાની દાળ અને થોડો ગોળ ઘરના મુખ્ય દ્વાર પર મુકો.

  • આ દિવસને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં ઘનની બરકત માટે ગુરુવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓનું વિશેષ મહત્વ છે.

  • ગુરુવારના દિવસે કોઇને ઉધાર ન આપો અથવા તો કોઇ પાસેથી ઉધાર ન લો. જો તમે આવું કરો છો તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ થઇ શકે છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

  • જો તમે ગુરુવારે વ્રત કરી રહ્યાં છો તો સત્યનારાયણની વ્રત કથા જરૂર સાંભળો અથવા પઠન કરો.


આ પણ વાંચો:  Astro Tips: કાળી બિલાડી રસ્તો કાપી જાય તો શા માટે માનવામાં આવે છે અશુભ? રાહુ સાથે છે સબંધ


ગુરુવારના મંત્ર (Guruwar Mantra)


ॐ બ્રમ્ બૃહસ્પતયે નમઃ ।
ॐ ક્લીં બૃહસ્પતયે નમઃ ।
ॐ ગ્રાં ગ્રીં ગ્રૌં સ: ગુરુવે નમઃ ।
ॐ ઐં શ્રીં બૃહસ્પતયે નમઃ ।
ॐ ગું ગુરવે નમઃ ।
First published:

Tags: Astro Tips, Dharm Bhakti, Guruwar na upay, Guruwar tips, Lord Vishnu