Gurupushya Nakshatra: જાણો ક્યારે છે ગુરુપુષ્ય નક્ષત્ર, આ સમયે સોના-ચાંદીની ખરીદી કરવી શ્રેષ્ટ

આ દિવસને સોના ચાંદીની ખરીદી માટેનો શ્રેષ્ટ દિવસ માનવામાં આવે છે.

હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. દિવાળી (Diwali 2021) પહેલા લોકો સોના ચાંદીની ખીરીદી કરવાની તૈયારીઓ શરૂ કરી દે છે. પરંતુ ધનતેરસ (Dhanteras 2021) કરતા પણ વધારે સોના ચાંદીની ખરીદી કરવા માટે શ્રેષ્ટ યોદ ગુરુપુષ્ય નક્ષરતના સંયોગ સમયે થાય છે.

  • Share this:
    નવી દિલ્લી: દિવાળી (Diwali 2021) પહેલા લોકો સોના ચાંદીની ખીરીદી કરવાની તૈયારીઓ શરૂ કરી દે છે. પરંતુ ધનતેરસ (Dhanteras 2021) કરતા પણ વધારે સોના ચાંદીની ખરીદી કરવા માટે શ્રેષ્ટ યોદ ગુરુપુષ્ય નક્ષરતના સંયોગ સમયે થાય છે, આ સમયે ખરીદી કરવાથી ઘણાં બધા ફાયદા થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આકાશમાં કુલ 27 નક્ષત્ર હોય છે અને તેમાં પુષ્ય નક્ષત્ર (Pushya Nakshatra)ને સૌથી શુભ અને માંગલિક મનાય છે. પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર પડે તે દિવસ પંચાંગ (Panchang) જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. જ્યારે પણ ગુરૂવારના દિવસે પુષ્ય યોગ બને છે તો એ દિવસને ગુરૂ પુષ્ય યોગ કહેવાય છે.

    ગુરૂ પુષ્ય યોગમાં સોનું ખરીદવું શુભ

    સ્વર્ણનો સંબંધ સમૃદ્ધિ સાથે છે જેનો કારક ગ્રહ ગુરૂ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પ્રદાન કરનાર છે એટલે જ્યોતિષીય માન્યતા અનુસાર સોનાની ખરીદી ગુરૂ પુષ્યમાં કરવામાં આવે તો શુભ ફળ આપનાર છે. આ શુભ સંયોગમાં ભૂમિ, ભવન, વાહન અને લાંબા ગાળાનું રોકાણ કરવાને ઉત્તમ માનવામાં આવે છે.

    ગુરુપુષ્ય યોગમાં ધર્મ, કર્મ, મંત્ર જાપ, ધાર્મિક વિધિઓ, મંત્ર દીક્ષા, વેપાર વગેરે શરૂ કરવાનું અત્યંત શુભ માનવામાં આવે છે, સૃષ્ટિના અન્ય શુભ કાર્યો પણ આ નક્ષત્રમાં શરૂ કરી શકાય છે.જ્યોતિષીઓના મતે આ વર્ષે સોનાના ઘરેણાં, જમીન-મકાન તેમજ જંગમ અને સ્થાવર મિલકતની ખરીદી માટે ગુરુ પુષ્ય નક્ષત્ર 25 કલાક 57 મિનિટ રહેશે.

    આ પણ વાંચો: Vastu Tips: આ પાંચ છોડ ઘરમાં લગાવવાથી વધશે સુખ-સમૃદ્ધિ, દૂર થશે આર્થિક તકલીફ

    આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ ગુરુ-પુષ્યને વધુ વિશેષ બનાવી રહ્યા છે. આ દિવસે સોના-ચાંદી અને જમીન-મકાનની ખરીદી ખાસ કરીને નફાકારક માનવામાં આવે છે.

    ગુરૂ પુષ્ય નક્ષત્ર મુહૂર્ત

    તા.28ને ગુરૂવારે સવારે 9.45 કલાકથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે જેમાં ચલ નક્ષત્ર સવારે 11 વાગ્યાથી બપોરના 12.30 સુધી, લાભ અને અમૃત બપોરે 12.30થી 3.30 શુભ-અમૃત સાંજે 5થી 8 વાગ્યા સુધી તેમજ રાત્રે 8થી 9.30 સુધી ચલ ચોઘડીયું છે.

    આ પણ વાંચો:શિંવલિંગની પરિક્રમાં કરતા સમયે ક્યારેય ન કરતા આ ભૂલ, આ વાતોનું ખાસ રાખો ધ્યાન

    જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા માનવામાં આવ્યો છે. તેના સ્વામી બૃહસ્પતિ હોવાથી તે કોઈ પણ અભ્યાસ, વેપાર કે માંગલિક કાર્ય માટે સર્વદોષનો નાશ કરનાર માનવામાં આવે છે છતાં પણ લગ્નમાં લેવામાં આવતું નથી. વેપાર-ધંધા માટેની ખરીદી માટે તો એકદમ શ્રેષ્ઠ સમય ગણાય છે. સોના-ચાંદી, શુભ નંગ પણ આ દિવસે ખરીદી શકાય છે.

    (Disclaimer:આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. કૃપા કરીને તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:kuldipsinh barot
    First published: