'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે

News18 Gujarati
Updated: July 5, 2020, 11:04 PM IST
'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે
કુમકુમ મંદિર દ્વારા ઓનલાઈન ગુરૂપૂર્ણિમાની ઉજવણી

ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે – ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે.

  • Share this:
નાદરી ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડશોપચારથી પૂજન કરીને - અભિષેક કરીને આરતી ઉતારી હતી. ત્યારબાદ જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે વિષય ઉપર હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામી પ્રવચન આપ્યા હતા. અંતમાં મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેનો દેશ વિદેશના ભકતોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

ગુરુનું જીવનમાં શું મહત્વ છે. તે અંગે જણાવતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના કણ અંગે માત્ર “રણ સ્વીકાર” અને “બાણ મરણ” જ થઈ શકે. આવા “પ્રાણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા.

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો સોનેરી દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત્કિંચિત્ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ.ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાં પણ કહેવાય છે.

“ગુ' કહેતાં અંધકાર એ “રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે.

ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે – ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમી ભરી દૃષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે. અજ્ઞાન અંધકારનો, આસક્તિના ભરમારનો વિનાશ કરનારા અને ગુણોના ગૌરવનો વિકાસ કરનારા ગુરુ જ છે.આપણે ગુરુની આજ્ઞામાં કેવી રીતે વર્તવુ જોઈએ તે માટે આપણા જીવનમાં એકલવ્ય ભીલકુમાર,દાનેશ્વરી કર્ણ, હરિચંદ્ર રાજા,દાદાખાચર આદિ ભકતોના જીવન પ્રકાશના પૂંજ પાથરે છે. તેમની ગુરુ વિશેની નિષ્ઠા,ગુરુ અને ભગવાનના વચનમાં તન,મન અને ધન સમર્પિત કરવાની ધગશ આપણને પ્રેરણા આપે છે. આપણે સહુ કોઈએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ગુરુ અને ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર થવું જોઈએ.
First published: July 5, 2020, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading