Home /News /dharm-bhakti /

Guru Vakri: દેવગુરુ બૃહસ્પતિ મહારાજ 29 જુલાઈથી 120 દિવસ માટે બન્યા વક્રી, જાણો વક્રી ગુરુની આપની રાશિ પરની અસર?

Guru Vakri: દેવગુરુ બૃહસ્પતિ મહારાજ 29 જુલાઈથી 120 દિવસ માટે બન્યા વક્રી, જાણો વક્રી ગુરુની આપની રાશિ પરની અસર?

જાણો વક્રી ગુરુની આપની રાશિ પરની અસર

Guru Vakri 2022: હાલના સમયમાં વક્રી ગ્રહોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. વક્રી ગ્રહો પૂર્વ જન્મનું ઋણાનુબંધન દર્શાવનાર હોય છે વ્યક્તિગત કુંડળીમાં (Kundali) જયારે વક્રી ગ્રહો વધારે હોય ત્યારે તે વ્યક્તિ આ જન્મમાં ઘણા બધા પૂર્વ જન્મના અધૂરા કાર્ય પૂર્ણ કરવા આવેલ હોય છે.

વધુ જુઓ ...
  -જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
  દેવગુરુ બૃહસ્પતિ મહારાજ 29 જુલાઈથી 120 દિવસ માટે વક્રી બની (Guru vakri) રહ્યા છે વળી શનિ મહારાજ તો વક્રી (Shani Vakri) ચાલી જ રહ્યા છે અને 10 સપ્ટેમ્બરથી બુધ પણ વક્રી થશે. રાહુ અને કેતુ હંમેશા વક્રી જ ચાલતા હોય છે માટે હાલના સમયમાં વક્રી ગ્રહોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. વક્રી ગ્રહો પૂર્વ જન્મનું ઋણાનુબંધન દર્શાવનાર હોય છે વ્યક્તિગત કુંડળીમાં (Kundali) જયારે વક્રી ગ્રહો વધારે હોય ત્યારે તે વ્યક્તિ આ જન્મમાં ઘણા બધા પૂર્વ જન્મના અધૂરા કાર્ય પૂર્ણ કરવા આવેલ હોય છે.

  ગોચર માં જયારે એ જ ગ્રહ વક્રી થાય કે જે જાતકની જન્મકુંડળીમાં પણ વક્રી હોય ત્યારે તે મુજબના ઋણાનુબંધન અને અન્ય કાર્ય પૂર્ણ થતા હોય છે. શનિ વક્રી થવાની મહત્તમ અસર વ્યવસાય અને તેને લગતી બાબત પર પડતી હોય છે જયારે દેવગુરુ બૃહસ્પતિ મહારાજ વક્રી થાય ત્યારે સબંધો માં અને અધ્યાત્મ બાબતે અને સંતાન બાબતે કાર્ય કરાવતા હોય છે.

  આ પણ વાંચો: Aaj Nu Panchang: 31 જુલાઇ, આજે બને છે 'રવિ' અને 'રાજ' યોગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

  મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે ગુરુ મહારાજ વક્રી બને ત્યારે સાધકોની સાધનામાં મહત્વના મુકામ આવે છે અને અલગ જ આધ્યાત્મિક અનુભવ પણ થાય છે.

  એસ્ટ્રલ ટ્રાવેલ જેવા અનુભવો પણ સાધના માર્ગે આ સમયમાં થઇ શકે છે વળી અગાઉના કર્મ વિષેની સમજ પણ આ સમયમાં પ્રાપ્ત થાય છે વળી મંત્રના પુરશ્ચરણ પણ આ ગાળામાં થતા જોવા મળે છે. વક્રી ગ્રહને પરિણામ આપવામાં બળવાન ગણવામાં આવ્યા છે વળી ત્વરિત પરિણામ આપતા પણ જોવા મળે છે આગામી સમયમાં ત્રણ ગ્રહો એક સાથે વક્રી થશે ત્યારે આ બધા પરિણામો જોઈ શકાશે.

  ગુરુ મહારાજના વક્રી થવાની રાશિ મુજબ અસર..


  મેષના જાતકોમાં દાન ધર્મની ભાવના વધશે અને યાત્રા પ્રવાસ થશે

  વૃષભના મિત્રોને લાંબા સમયથી અટકેલા નાણાંની પ્રાપ્તિ થશે.

  મિથુનના જાતકોને કોઈ કાર્ય રિપીટ કરવું પડશે અને કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે.

  કર્કના મિત્રો માટે આ સમય શુભ રહેશે અને ધાર્યા કામ પાર પડશે.

  સિંહ રાશિના જાતકોએ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા ઘટનાક્રમના લેખાં જોખા કરવા પડશે

  કન્યાના મિત્રોએ દામ્પત્યજીવન અને ભાગીદારીમાં સંભાળવું પડશે.

  તુલાના મિત્રોએ તબિયત બાબત માં સંભાળવું પડે અને લોન લીધી હોય તો તે બાબતમાં જોવું પડે

  વૃશ્ચિક ના મિત્રોએ સંબંધોમાં સંભાળવું પડે.

  ધન રાશિના જાતકોએ પ્રોપર્ટી અંગે ઉતાવળે નિર્ણય ના કરવો

  મકરના મિત્રોએ વાતચીત માં સાવધાની રાખવી પડે.

  કુંભના મિત્રોએ નાણાકીય લેવડ દેવડમાં કાળજી રાખવી

  મીનના મિત્રોએ વધુ ફોકસથી આગળ વધવું પડે.

  આ પણ વાંચો:  શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી આ 5 વસ્તુઓ, મહાદેવ થશે કોપાયમાન

  લેખક પરિચય: લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 79905 00282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Astrology, DharmaBhakti

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन