Home /News /dharm-bhakti /Gurupurnima 2022 : મહાભારત લખનાર વેદ વ્યાસજીનો જન્મ દિવસ એટલે ગુરુપૂર્ણિમા
Gurupurnima 2022 : મહાભારત લખનાર વેદ વ્યાસજીનો જન્મ દિવસ એટલે ગુરુપૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા 2022
Gurupurnima : અષાઢ મહિનામાં પૂનમના દિવસે એટલેકે 13 જુલાઈ 2022 બુધવારે ગુરુપૂર્ણિમાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે વેદ વ્યાસજીનો જન્મ પણ થયો હતો. ભગવાન બુદ્ધએ પણ આ દિવસથીજ ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી. આ દિવસ હિન્દૂ ધર્મમાં અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે.
ધર્મભક્તિ ડેસ્ક: આજે અમે ગુરુપૂર્ણિમા દિવસનો (Gurupurnima 2022) ઇતિહાસ અને તેનું મહત્વ વિશેની વાતો લઈને આવ્યા છીએ. હિન્દૂ ધાર્મિક માન્યતાઓ અનુસાર આદિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમા ભારત, ભૂતાન અને નેપાળમાં હિન્દૂ, જૈન, અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા અષાઢ મહિનામાં પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે ગુરુપૂર્ણિમા 13 જુલાઈ 2022 બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે હિન્દૂ ધર્મ ગ્રંથ મહાભારતના રચયિતા વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. આજ દિવસને ગુરુપૂર્ણિમાંના રૂપમાં ઉજવવામાં આવે છે.
ગુરુપૂર્ણિમાનો અર્થ શું થાય : આ દિવસ તમામ આધ્યાત્મિક અને શૈક્ષણિક પરંપરાઓને સમર્પિત છે. જેમાં આધ્યાત્મિક જ્ઞાન અને વ્યક્તિ વિકાસ આધારિત જ્ઞાન બંનેનો સમાવેશ થાય છે અને તેનું ઋણ ચૂકવવાનો અવસર માનવામાં આવે છે.
ગુરુપૂર્ણિમા ક્યારે અને કેમ મનાવવામાં આવે છે : મહર્ષિ વેદ વ્યાસનો જન્મ ઈ.સ.પૂર્વે 3000 અસાઢ પૂર્ણિમાના રોજ થયો હતો. કહેવાય છે કે, આ દિવસે વ્યાસજીએ સૌવ પ્રથમ શિષ્યો અને ઋષિઓને શ્રી ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું. ત્યાર પછીથી આ દિવસે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે.
ગુરુપૂર્ણિમાની શરૂઆત કોણે કરી ? માનવામાં આવે છેકે બૌદ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન બુદ્ધએ આ દિવસે પેહલો ઉપદેશ આપેલો હતો. બૌદ્ધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિના 5 અઠવાડિયા પછી, ભગવાન બુદ્ધ બોધ ગયાથી સારનાથ ગયા. ત્યાં તેમણે પૂર્ણિમાના દિવસે ઉપદેશ આપ્યો.
અષાઢ મહિનામાં કેમ મનાવવામાં આવે છે : અષઢની પૂર્ણિમાના દિવસે કાળા વાદળો છવાય જાય છે અને અંધારું થઇ જાય છે ત્યારે ચંદ્રમા એ વાદળો વચ્ચેથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચાડીને અજવાળું કરે છે. તે રીતેજ ગુરુ એ ચંદ્ર સમાન બનીને પ્રકાશ પાથરે છે. ગુરુ શબ્દનો અર્થ જ થાય કે અંધારું મિટાવી અજવાળું કરવું એટલેકે મનુષ્ય માંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ પાથરવો.
હિન્દૂ ધર્મમાં ગુરુનું મહત્વ ભગવાન જેટલું : હિન્દૂ સંસ્કૃતિમાં એક શ્લોક મુજબ ગુરુનું મહત્વ ભગવાન જેટલું સમજાવવામાં આવ્યું છે. આવો જાણીએ આ શ્લોક કયો છે. " ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર: ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મેય શ્રી ગુરુવે નમઃ" જેનો મતલબ થાય કે, બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જેટલું જ મહત્વ ગુરુનું છે અને ગુરુને ભગવાન જેટલો જ આદર આપવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર