Home /News /dharm-bhakti /

Guru Purnima 2022: આ વખતે ગુરુ પૂર્ણિમા છે ખુબજ ખાસ, બને છે ઘણાં શુભ યોગ

Guru Purnima 2022: આ વખતે ગુરુ પૂર્ણિમા છે ખુબજ ખાસ, બને છે ઘણાં શુભ યોગ

ગુરુ પૂર્ણિમા 2022

Guru Purnima 2022 Date And Muhurat: ગુરુ પૂર્ણિમાનાં દિવસે ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે. ગુરુની કૃપાથી જ્ઞાન , વિવેક, સહિષ્ણુતા સુખ, સંપન્નતાનો સમાવેશ થાય છે. ગુરુ અંધાકરથી પ્રકાશ, અજ્ઞાનથી જ્ઞાન તરફ લઇ જાય છે.

  ધર્મભક્તિ ડેસ્ક: શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા (Purnima)ના દિવસને ગુરુ પૂર્ણિમા (Guru Purnima) તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષે 24 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવાશે.

  ક્યારે છે ગુરુ પૂર્ણિમા 2022 ક્યારે છે?
  હિન્દુ પંચાંગમાં ગુરુ પૂર્ણિમા ખુબજ મહત્વ છે. આ દિવસ ઉજવીને આપ ચેતના અને જ્ઞાનનો સંચાર કરનારા પથ પ્રદર્શક પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમને સન્માન અનેપૂજનીય સ્થાન આપી તેમને આપેલાં જ્ઞાન માટે કૃતજ્ઞયતા જાહેર કરે છે. ગુરુ પ્રત્યે સમ્મા અષાઢ મહિનાની પૂર્ણિમાએ આપવામાં આવે છે. આ દિવસોમાં ગુરુ પૂર્ણિમાનો ખુબજ મહત્વ છે. આ દિવસોમાં 13 જુલાઇ 2022નાં અષાઢી પૂર્ણિમા છે. અને આ દિવસોમાં અંધકારથી પ્રકાશ તરફ લઇ જનારા ગુરુઓનું સનમાન સાથે પૂજા કરવામાં આવે છે.

  હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાનાં ગુરુ પૂર્ણિમા (Guru Purnima) કહેવાય છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમાની તિથિ 12 જુલાઇની સવારે 09.43થી શરૂ થઇ 13 જુલાઇ 07.52 મિનિટ પર સમાપ્ત થશે. આ દિવસે ઘણાં જ શુભ યોગ બની રહ્યાં છે. આ દિવસે બુધાદિત્ય યોગની સાથે સૂર્ય, શનિ અને મંગળની પણ કૃપા વરસશે. આ દિવસે ઇન્દ્ર યોગ અને નક્ષત્ર પૂર્વાષાઢા 11.18PM છે જ્યારે ઉત્તરાષાઢા રહેશે.

  અભિજીત મુહૂર્ત - નથી.
  અમૃત કાળ- 07.07 PMથી 08.31 PM
  બ્રહ્મ મુહૂર્ત- 04.15 PMથી 05.09 AM

  શુભ યોગ- ગુરુ પૂર્ણિમાનાં દિવસે ત્રણ પ્રમુખ ગ્રહ એક સાથે એક જ રાશિમાં વિરાજમાન રહેશે. જેનાંથી ત્રિગ્રહી યોગ બનશે. આ દિવસે સૂર્ય, શુક્ર અને બુધ ગ્રહ મિથુન રાશિમાં એક સાથે હાજર રહેશે.

  આ પણ વાંચો-સાવધાન! 16 જુલાઇનાં કામકાજમાં તાણ અનુભવશે મેષ રાશિનાં લોકો, સૂર્ય સંક્રાંતિ કરાવશે માન-હાનિ

  ગુરુ પૂર્ણિમાનો ઈતિહાસ-
  ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે. ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. 'ગુ'નો અર્થ અંધકાર અને 'રૂ'નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે.

  ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના લોકો માટે ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે.

  આ પણ વાંચો-Shani Gochar 2022: 24 કલાકમાં 2 મહત્વપૂર્ણ ગ્રહ બદલશે રાશિ, આ 5 રાશિઓને થશે મહાધન લાભ

  ગુરુપૂર્ણિમાનું મહત્વ-
  આ દિવસ ગુરુઓ અને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત, બલિદાન તેમજ શિષ્ય પ્રત્યે સમર્પણને માન આપવા મનાવવામાં આવે છે. આ દિવસે લોકો સવારે વહેલા ઉઠી, સ્નાન કરીને ગુરુના આશીર્વાદ લે છે. પ્રાર્થના કરે છે અને ગુરૂ દક્ષિણા આપે છે.

  તો ચાલો આ વર્ષે આપણા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ, જેઓ આપણા માર્ગદર્શક છે. સફળતા તરફ પહેલું ડગલુ ભરવા પાછળ ગુરુ જવાબદાર હોય છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Guru Purnima 2022 Date Aur Muhurat

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन