Guru purnima 2020: આજે ચંદ્રગ્રહણની સાથે ગુરુપૂર્ણિમા, જાણો ગુરુ પૂજાનો સાચો સમય

News18 Gujarati
Updated: July 4, 2020, 11:15 PM IST
Guru purnima 2020: આજે ચંદ્રગ્રહણની સાથે ગુરુપૂર્ણિમા, જાણો ગુરુ પૂજાનો સાચો સમય
પ્રતિકાત્મક તસવીર

ગુરુ પૂર્ણિમાના પર્વને પૂરણમાસી એટલે કે ફૂલ મૂનવાળા દિવસે ઉજવવામાં આવે છે. આ દરમિયાન બધા શિષ્ય ગુરુમંત્ર આપનારા, જ્ઞાન આપનાર પોતાના ગુરુઓની પૂજા કરે છે.

  • Share this:
ધર્મભક્તિઃ આજે 5 જુલાઈએ ચંદ્રગ્રહણની (Lunar Eclipse 2020) સાથે સાથે અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા પણ છે. પોતાના ગુરુજનોના સમ્માનમાં હિન્દુ, બૌધ્ધ અને જૈન ધર્મમાં મોટાભાગે લોકો ગુરુ પૂર્ણમાનો પર્વ ઉજવે છે. આજે રવિવારે ગુરુ પૂર્ણિમાનો (Guru purnima 2020) તહેવાર છે. ગુરુ પૂર્ણિમાના પર્વને પૂરણમાસી એટલે કે ફૂલ મૂનવાળા દિવસે ઉજવવામાં આવે છે. આ દરમિયાન બધા શિષ્ય ગુરુમંત્ર આપનારા, જ્ઞાન આપનાર પોતાના ગુરુઓની પૂજા કરે છે. દ્વિગપંચાંગ અનુસાર, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઉજવવામાં આવે છે. કારણ કે આજના દિવસે વેદવ્યાસનો જન્મ થયો હતો. વેદવ્યાસે જ મહાભારતની રચના કરી હોવાનું માનવામાં આવે છે.

અનેક લોકો ગુરુ પૂર્ણિમાના અવરસ પર સત્યનારાયણની કથા પણ સાંભળે છે. લોકો પોતાના ઘરોની સામે બંધવાર સજાવે છે. તુલસી દહીં મિશ્ર કરીને પ્રસાંદ વહેંચે છે. આજના દિવસે પૂજામાં લોકો પોતાના દેવી દેવતાઓને ફળ, મેવા, અક્ષત અને ખીરનો ભોગ લગાવે છે. અનેક લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે ધ્યાન-સાધનામાં વિતાવે છે.

આ પણ વાંચોઃ-Lunar Eclipse 2020: આજે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક સમય અને શું થશે અસર

ગુરુ પૂર્ણિનાનો આ પર્વ વિવિધ લોકોમાં વિવિધ પ્રકારે મનાવવામાં આવે છે. આમાંથી મોટાભાગના લોકો પોતાના દિવસની શરુઆત નદી, સરોવરોમાં સ્નાન અને પૂજા પાઠ કરે છે. લોકો પોતાના આધ્યાત્મિક ગુરુઓના દર્શન પણ કરે છે. સાંજે અંતમાં મંગળ આરતી કરવામાં આવે છે. આ દિવસ વ્રત માટે પણ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. વ્રત કરનાર લોકો આખા દિવસ અન્નનું સેવન કરતા નથી અને મીઠાનું પણ સેવન કરતા નથી.

આ પણ વાંચોઃ-લગ્ન હોય કે નોકરી.. કોઇપણ મનોકામના પૂર્ણ કરવાં કરો આ વ્રત

આ પણ વાંચોઃ-નવગ્રહનાં બીજ મંત્રથી કુંડળીનાં ગ્રહોને કરો બળવાનગુરુ પુજાનો સમય
5 જુલાઈએ ચંદ્રગ્રહણ એક માંધ ગ્રહણ છે. જેના કારણે આનું કોઈપણ રાશિ ઉપર કોઈ અસર નહીં થાય. ચંદ્ર ગ્રહણ ભારતમાં સવારે 8.37 વાગ્યાથી 11.22 વાગ્યા સુધી રહેશે. જોકે, ગ્રહણ દરમિયાન લોકો મંદિરોમાં પૂજા પાઠ નથી કરતા. પરંતુ ભગવાનના નામનું સ્મરણ કરે છે. પરંતુ આ વખત ગ્રહણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે અને આ ભારતમાં દેખાવાનું નથી એટલા આનું કોઈ ખાસ મહત્વ નથી. આમ કોઈપણ સમયે ગુરુ પૂજા કરી શકવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
First published: July 4, 2020, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading