16 જુલાઈ 2019, મંગળવારના રોજ ગુરૂ પૂર્ણિમા છે. ગુરૂ પૂર્ણિમા ગુરૂ પૂજનનો દિવસ છે, પરંતુ ગુરૂ પ્રાપ્તિ એટલી સહજ નથી. જો ગુરૂ પ્રાપ્તિ થઈ જાય તો, તેમની પાસેથી શ્રી ગુરૂ પાદુકા મંત્ર લેવાની યથાશક્તિ કોશિસ કરો.
ગુરૂ પૂર્ણિમાના દિવસે ગુરૂ પાદુકા પૂજન કરો. ગુરૂ દર્શન કરો. નૈવેદ્ય, વસ્ત્રાદિ ભેંટ પ્રદાન કરી દક્ષિણાદી આપી તેમની આરતી કરો તથા તેમના ચરણોમાં બેસી તેમની કૃપા પ્રાપ્તિ કરો.
જો ગુરૂના સમિપ જવાનો અવસર ન મળે તો તેમના ચિત્ર, પાદુકાદી પ્રાપ્ત કરી તેની પૂજા કરો. આ ગુરૂ મંત્રોમાંથી કોઈ એકનો સળંગ જાપ ગુરૂ સામે હોવાની પુણ્ય પ્રાપ્તિ કરાવી શકે છે. ગુરૂના પૂજન માટે પણ આ 4 મંત્ર શ્રેષ્ઠ છે.