Home /News /dharm-bhakti /ફેબ્રુઆરી મહિનાનુ પ્રથમ પ્રદોષ વ્રત, આ સમયે પણ કરવામાં આવે છે ગૌરી-શંકરની પૂજા
ફેબ્રુઆરી મહિનાનુ પ્રથમ પ્રદોષ વ્રત, આ સમયે પણ કરવામાં આવે છે ગૌરી-શંકરની પૂજા
પ્રદોષ વ્રત
Guru Pradosh vrat: હિન્દુ ધર્મ અનુસાર મહા મહિનામાં આવતી ત્રયોદશી ભગવાન શિવને સમર્પિત હોય છે, જેને પ્રદોષ વ્રત તરીકે ઉજવવામાં આવે છે. ગુરુવારના કારણે તે ગુરુ પ્રદોષ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી દરેક દોષ દૂર થાય છે.
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મ અનુસાર મહા મહિનામાં આવતી ત્રયોદશી ભગવાન શિવને સમર્પિત હોય છે, જેને પ્રદોષ વ્રત તરીકે ઉજવવામાં આવે છે. ત્રયોદશી તિથિ દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષમાં એકવાર આવે છે. આ વખતે મહા માસનું પ્રદોષ વ્રત 2 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે છે. ગુરુવારના કારણે તે ગુરુ પ્રદોષ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી દરેક દોષ દૂર થાય છે. ગુરુવારના કારણે શિવની ઉપાસના કરવાથી સૌભાગ્ય, સુખ-સમૃદ્ધિ વધે છે અને ઉંમર પણ વધે છે.
શિવ અને સ્કંદ પુરાણમાં પ્રદોષ
શિવ અને સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન શિવ પ્રદોષ એટલે કે ત્રયોદશી તિથિ પર પ્રદોષ કાલના રોજ સાંજે સૂર્યાસ્ત સમયે કૈલાશ પરના તેમના રજત ભવનમાં નૃત્ય કરે છે. આ સમય દરમિયાન તેમની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ પ્રકારના દોષ પણ દૂર થાય છે.
ગુરુવારના દિવસે ત્રયોદશીનો સંયોગ
મહા મહિનાનું અંતિમ પ્રદોષ વ્રત ગુરુવારે થશે. શુક્લ પક્ષની તેરમી એટલે કે ત્રયોદશી તિથિ ગુરુવારે સાંજે લગભગ 4 કલાક 30 મિનિટથી શરૂ થશે. જે શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી રહેશે. પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ હોવાથી ગુરુવારે આ વ્રત કરવું જોઈએ.
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રા જણાવે છે કે પ્રદોષ વ્રત પાણી પીધા વિના એટલે કે નિર્જલા રાખવામાં આવે છે. એટલા માટે આ વ્રતમાં ફળાહારનું વિશેષ મહત્વ છે. પ્રદોષ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે.
સવારે સ્નાન કર્યા પછી વ્રતનું સંકલ્પ કરવું. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન લેવું જોઈએ. આ દિવસે વ્રત દરમિયાન પૂજાની થાળીમાં અબીર, ગુલાલ, ચંદન, અક્ષત, પુષ્પો, ધતુરા, બિલ્વપત્ર, જનોઈ, નાડાછડી, દીપક, કપૂર, અગરબત્તી અને ફળો હોવા જોઈએ.
આ વ્રત દરમિયાન દૂધનું સેવન કરો અને આખો દિવસ ઉપવાસ રાખો. પ્રદોષ વ્રત દરમિયાન ખોરાક, મીઠું, મરચું વગેરેનું સેવન ન કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન માત્ર એક જ વાર ફળાહાર કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર