Home /News /dharm-bhakti /Guru Margi 2022: ગુરુની ચાલ બદલવાથી રચાયો પંચ મહાપુરુષ યોગ, આ રાશિઓની રહેશે ચાંદી

Guru Margi 2022: ગુરુની ચાલ બદલવાથી રચાયો પંચ મહાપુરુષ યોગ, આ રાશિઓની રહેશે ચાંદી

જાણો ગુરુ ગ્રહની ચાલથી કઇ રાશિઓને થશે લાભ...

Guru Gochar 2022 : ગુરુ ગ્રહની ચાલમાં પરિવર્તનનો તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. જાણો ગુરુ ગ્રહની ચાલથી કઇ રાશિઓને થશે લાભ...

    Guru Margi 2022 : જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ધર્મ, ભાગ્ય,ઐશ્વર્ય, સુખ-સંપત્તિ તથા શુભતાનો કારક માનવામાં આવ્યો છે. દેવગુરુ બૃહસ્પતિ જો જાતકની જન્મકુંડળીમાં ઉચ્ચ સ્થાનમાં હોય તો તેને શુભ ફળ પ્રદાન કરે છે. ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન એક વર્ષમાં થાય છે. હિંદુ પંચાંગ અનુસાર, ગુરુ 24 નવેમ્બર 2022 ના રોજ સવારે 04 વાગીને 36 મિનિટે મીન રાશિમાં માર્ગી થઇ ગયો છે.

    ગુરુ ગ્રહનો પ્રભાવ


    ગુરુ માર્ગી થવાનો તમામ રાશિના જાતકો પર વિશેષ પ્રભાવ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે જાતકોમાં ગુરુ ગ્રહ સારા ભાવમાં રહે છે અને તેમને શુભ ફળ પ્રદાન કરે છે. ગુરુ ગ્રહના કારણે જાતકના જીવનમાં ખુશહાલી અને સુખ-સમૃદ્ધિ આવે છે.

    આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ

    ગુરુ ગ્રહ ક્યારે થશે માર્ગી


    ગુરુ ગ્રહ 24 નવેમ્બર 2022ના રોજ સવારે 04 વાગીને 36 મિનિટે માર્ગી થઇ ગયા છે.

    ગુરુ ગ્રહની ચાલ બદલવાથી બન્યો ખાસ યોગ


    ગુરુના મીન રાશિમાં માર્ગી થવાથી હંસ પંચ મહાપુરુષ યોગનું નિર્માણ થયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ધન, વેપાર, તથા કરિયરમાં સફળતા માટે લાભકારક માનવામાં આવ્યો છે. માન્યતા છે કે આ યોગમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા હાંસેલ થાય છે.

    આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય

    હંસ પંચ મહાપુરુષ યોગનો મીન રાશિ પર પ્રભાવ


    ગુરુના માર્ગી થવા અને હંસ પંચ મહાપુરુષ યોગ બનવાથી મીન રાશિના જાતકોના 'અચ્છે દિન' શરૂ થઇ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. અપરણિત જાતકોના લગ્ન નક્કી થઇ શકે છ. આ દરમિયાન કોઇપણ નવા કામની શરૂઆત કરવી લાભકારી રહેશે. રોજગારની શોધમાં હોય તેવા જાતકોને ખુશખબર મળી શકે છે.


    ગુરુ માર્ગીથી મીન રાશિ પર કેવો પ્રભાવ પડશે


    જ્યોતિષાચાર્યો અનુસાર, મીન રાશિના જાતકો માટે ગુરુ પ્રથમ અને દશમ ભાવનો સ્વામી છે. ગુરુ ગ્રહણ સાથે જ શનિદેવની પણ તમારી રાશિ પર નજર હશે. હકીકતમાં 17 જાન્યુઆરી 2023થી મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થશે. તેવામાં મીન રાશિના જાતકોને ગુરુ ગ્રહની કૃપાથી આર્થિક લાભ થઇ શકે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Guru Gochar, Guru upay, Guru Vakri 2022, Gurudev

    विज्ञापन
    विज्ञापन