Home /News /dharm-bhakti /Gajkesari Yog: 24 નવેમ્બરથી આ રાશિઓનો બદલાઈ જશે સમય, ગૃહસ્પતિ બનાવશે ગજકેસરી

Gajkesari Yog: 24 નવેમ્બરથી આ રાશિઓનો બદલાઈ જશે સમય, ગૃહસ્પતિ બનાવશે ગજકેસરી

દેવગુરુ ગૃહસ્પતિ બનાવશે ગજકેસરી

Guru Margi 2022 Gajkesari Yog: દેવગુરુ બૃહસ્પતિની ચાલમાં નવેમ્બર મહિનામાં પરિવર્તન થઇ રહ્યું છે. ગુરુ ગ્રહની ચાલ બદલવાથી ઘણી રાશિઓ વાળાના જીવનથી ભરાઈ જશે તમે પણ જાણો

    વૈદિક જ્યોતિષ શાસ્ત્રોમાં ગજકેસરી યોગને ખુબ શુભ માનવામાં આવે છે. દેવગુરૂ બૃહસ્પતિએ 13 એપ્રિલ 2022ના રોજ મીન રાશિઓમાં પ્રવેશ કરી દીધો હતો. ત્યાર પછી 24 નવેમ્બરના રોજ પોતાની સ્વરાશિ મીનમાં માર્ગી થવાના છે. ગુરુના માર્ગી થવાથી ગજકેસરી યોગ બની રહ્યો છે. ગુરુ ગ્રહના માર્ગી તેમજ ગજકેસરી યોગનો પ્રભાવ કેટલીક રાશિઓ પર શુભ રહેવાનો છે.

    ગજકેસરી યોગનું મહત્વ

    શાસ્ત્રો અનુસાર, ગજકેસરી યોગ બનવાથી ધન લાભનો પ્રબળ યિંગ બની રહ્યો છે. આ દરમિયાન જાતકોને સુખ સમૃદ્ધિ તેમજ ધનની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન કરવામાં આવેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

    આ પણ વાંચો: શનિની મહાદશા: થોડા દિવસમાં આ રાશિઓ પર શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા

    જાણો કઈ રાશિઓને થશે ફાયદો-

    મેષ - આ રાશિમાં 12મા ભાવમાં ગજકેસરી યોગ બની રહ્યો છે. ગજકેસરી યોગના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. લાંબા સમયથી પેન્ડિંગ પૈસા પરત મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે.

    આ પણ વાંચો: Shani Gochar 2022: વર્ષ 2023 રહેશે આ રાશિઓ માટે શાનદાર, શનિ દેવ વરસાવશે કૃપા

    વૃશ્ચિક - આ રાશિના પાંચમા ઘરમાં ગજકેસરી યોગ બની રહ્યો છે. આ રાશિના લોકોને સંતાન સુખ મળી શકે છે. કરિયરમાં ધનલાભની સંભાવના છે. તમે પૈસા એકઠા કરવામાં સફળ થશો. રોકેલા નાણા પરત મળી શકે છે.



    તુલા - ગજકેસરી યોગ તુલા રાશિના લોકો માટે ખુશીઓ લાવી શકે છે. આ સમય દરમિયાન તમને તમારી કારકિર્દીમાં નવી તકો મળશે. અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Guru Gochar, Guru Vakri 2022, Rashi Parivartan 2022

    विज्ञापन
    विज्ञापन