Home /News /dharm-bhakti /Guru Mahadasha: 16 વર્ષ ચાલે છે બૃહસ્પતિની મહાદેશા, બનાવી દે છે રંકમાંથી રાજા, બસ કરો આ ઉપાય
Guru Mahadasha: 16 વર્ષ ચાલે છે બૃહસ્પતિની મહાદેશા, બનાવી દે છે રંકમાંથી રાજા, બસ કરો આ ઉપાય
ગુરુની મહાદશા 2023
Guru ki Mahadasha: વૈદિક જ્યોતિષ અનુસાર કેટલાક ગ્રહોના પરિવર્તનથી શુભ અને અશુભ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. દેવ ગુરુ બૃહસ્પતિને શિક્ષણ, ગુરુ, ધર્મ, મોટા ભાઈ, દાન, સંતાન વગેરેનો કારક માનવામાં આવે છે. જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ શુભ હોય તો તે વ્યક્તિને રંકમાંથી રાજા બનાવી દે છે.
ધર્મ ડેસ્ક: વૈદિક ગ્રંથ અનુસાર દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક વખત ગ્રહોની મહાદશાનો સામનો કરવો પડે છે. હિન્દુ ધર્મ ગ્રંથ મુજબ સૌથી ક્રૂર ગ્રહ શનિ માનવામાં આવે છે. ગ્રહોની આ દશાઓ અને મહાદશાઓની વ્યક્તિના જીવન પર ઊંડી અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ભાગ્ય અને વૃદ્ધિ કરવા વાળો વિવાહ, સુખનો કારણ ગ્રહ જણાવવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં જો ગુરુ ગ્રહ શુભ હોય તો એ જીવનમાં સફળતા અને સુખ આપે છે. એવા વ્યક્તિના જીવનમાં ગુરુની મહાદશા સોને પર સુહાગા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મને છે કે ગુરુની મહાદશા કોઈ વ્યક્તિની કુંડળીમાં 16 વર્ષ સુધી ચાલે છે. આ સમય પર એ વ્યક્તિને રાજા બનાવી શકે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલ નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ વિશેષજ્ઞ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
ગુરુની મહાદશા ચમકાવી દે છે કિસ્મત - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ શુભ હોય તો તે વ્યક્તિના જીવનમાં પ્રગતિ લાવે છે. જે સ્પષ્ટ જોઈ શકાય છે. ગુરુની મહાદશા દરમિયાન વ્યક્તિને દરેક કામમાં ભાગ્યનો સાથ મળે છે. દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાય છે અને તેને વૈવાહિક સુખની સાથે આર્થિક સુખ પણ મળે છે.
આ સિવાય જો કુંડળીમાં ગુરુ દુર્બળ હોય તો તે વ્યક્તિને દુ:ખ આપે છે. આવા લોકોના મોડેથી લગ્ન થાય છે. તેમને તેમના જીવનમાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. તેની કારકિર્દીમાં અવરોધો આવતા રહે છે. નાણાકીય તંગીનો પણ સામનો કરવો પડી શકે છે.
3. જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા કોઈ કારણથી લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય, દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી રહી હોય તો ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાથી લાભ થશે.
4. ગુરુવારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પીળા ચણાની દાળ અને પીળી મીઠાઈનું દાન કરવું શુભ છે. આમ કરવાથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર