Guru Grah Upay: સુખ-સમૃદ્ધિનો કારક હોય છે બૃહસ્પતિ ગ્રહ, આ ઉપાયોથી તેને કરી શકાય છે મજબૂત
Guru Grah Upay: સુખ-સમૃદ્ધિનો કારક હોય છે બૃહસ્પતિ ગ્રહ, આ ઉપાયોથી તેને કરી શકાય છે મજબૂત
કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને કરિયર, વિવાહ, ધન, સંતાન વગેરે સંબંધિત શુભ પરિણામો મળે છે. (Image- shutterstock)
Guru Grah Upay: કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને કરિયર, વિવાહ, ધન, સંતાન વગેરે સંબંધિત શુભ પરિણામો મળે છે. તો બીજી તરફ જે લોકોનો ગુરુ ગ્રહ કમજોર હોય છે તેમને જીવનમાં ઘણાં કષ્ટોનો સામનો કરવો પડી શકે છે.
Guru Grah Upay: જીવનમાં ગુરુને હંમેશા ઇશ્વરથી ઉપર રાખવામાં આવે છે. કારણ કે, ભગવાન સુધી પહોંચવાનો માર્ગ પણ આપણને ગુરુ જ બતાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ગુરુ એટલે કે બૃહસ્પતિ ગ્રહને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ગ્રહોના રાજા સૂર્ય બાદ ગુરુને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને કરિયર, વિવાહ, ધન, સંતાન વગેરે સંબંધિત શુભ પરિણામો મળે છે. તો બીજી તરફ જે લોકોનો ગુરુ ગ્રહ કમજોર હોય છે તેમને જીવનમાં ઘણાં કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. અહીં જાણો બૃહસ્પતિ ગ્રહને મજબૂત કરવાના ઉપાયો વિશે...
1. હળદરની ગાંઠ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પોખરાજ રત્ન કિંમતી હોવાને કારણે દરેક વ્યક્તિ માટે તેને ધારણ કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં બૃહસ્પતિ ગ્રહને પ્રબળ બનાવવા માટે તમે પીળા રંગના નાના કપડામાં હળદરની એક ગાંઠ બાંધીને તેને પોતાના જમણા હાથમાં બાંધી શકો છો.
2. પીળી મીઠાઈ ખાઓ: દર ગુરુવારે પીળા રંગની મીઠાઈનું સેવન કરવું પણ શુભ માનવામાં આવે છે. સાથે જ દર ગુરુવારે નહાવાના પાણીમાં હળદર નાખીને સ્નાન કર્યા બાદ પીળા રંગના કપડાં પહેરવાથી પણ તમને સકારાત્મક પરિણામ મળી શકે છે.
3. દાન કરો: જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ગુરુ ગ્રહ કમજોર હોય તો વિવાહમાં અડચણ આવવાની અને કરિયરમાં સફળતા ન મળવાની સંભાવના પણ વધે છે. એટલે કુંડલીમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે તમે પોતાના સામર્થ્ય અનુસાર હળદર, મધ, પીળા રંગના ફૂલ, વસ્ત્ર, કેસર, સોનું વગેરેનું દાન કરી શકો છો.
4.પીપળાની પૂજા: દર ગુરુવારના દિવસે પીપળાના ઝાડ પર જળ ચઢાવવાથી અને બ્રહ્માજીની પૂજા કરવાથી પણ બૃહસ્પતિ ગ્રહને પ્રબળતા મળે છે.
5. બેસનના લાડુ ખાઓ: જે લોકોની કુંડલીમાં ગુરુ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય છે તેમણે બેસન, ઘી અને ખાંડથી બનેલા લાડુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર