Home /News /dharm-bhakti /Hans Panch Raj Yoga: ગુરુના ગોચરથી બની રહ્યો છે મહાપુરુષ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
Hans Panch Raj Yoga: ગુરુના ગોચરથી બની રહ્યો છે મહાપુરુષ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
Hans Panch Raj Yoga
Guru Gochar Hans Panch Raj Yoga: ગુરુ ગોચરથી હંસ પંચ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. આ યોગ તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. તેમાંથી કેટલીક રાશિઓ એવી છે જેને વિશેષ ધનલાભ થશે. તો ચાલો જાણીએ આ રાશિ કઈ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક નિશ્ચિત સમયના અંતરાળમાં તમામ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. આ એક સતત ચાલવા વાળી પ્રક્રિયા છે. ગુરુના રાશિ બદલવાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. ગ્રહોના ગોચરથી શુભ-અશુભ બંને પ્રકારના પ્રભાવ જાતકોના જીવનમાં જોવા મળે છે. આ વખતે ગુરુ ગ્રહ જેનું જ્યોતિષીમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે તેઓ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગુરુના ગોચરથી હંસ પંચ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. આ યોગ તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેમને આ સમયમાં સારો ધનલાભ થવાની પ્રબળ સંભાવના છે.
હંસ પંચ મહાપુરુષ રાજયોગના કારણે મકર રાશિના લોકો માટે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં આ યોગ બનશે. આ ઘર માતા, સંપત્તિ અને ભૌતિક સુખનું માનવામાં આવે છે. આ સમયે તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. વાહન અને મિલકત ખરીદી શકો છો. જો તમે કોઈ વિદેશી કંપની સાથે ડીલ કરવાનો આઈડિયા બનાવી રહ્યા છો તો તે સફળ થઈ શકે છે.
સિંહઃ તમારી કુંડળીમાં ભાગ્ય સ્થાને હંસ પંચ મહાપુરુષ રાજયોગ બનશે. જે તમારા માટે શુભ રહેશે. વેપારમાં તમને વિશેષ લાભ મળી શકે છે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે. પિતા સાથે સંબંધ મજબૂત રહેશે. રૂબી રત્ન ધારણ કરવું તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે. તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો.
ધન: ધન રાશિની કુંડળીમાં પાંચમા ભાવમાં પંચ મહાપુરુષ રાજયોગ બનવા જઈ રહ્યો છે. આ ઘર બાળકો, ઉચ્ચ શિક્ષણ અને પ્રેમથી સંબંધિત છે. તમે આ સમયગાળા દરમિયાન કોઈપણ અભ્યાસક્રમમાં નોંધણી કરાવી શકો છો. તમારા માટે ફાયદાકારક રહેશે. અવિવાહિત લોકોને જીવનસાથી મળી શકે છે. તમે લોકો પુખરાજ સ્ટોન પહેરી શકો છો, જે તમારા માટે લકી સ્ટોન સાબિત થઈ શકે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર