Home /News /dharm-bhakti /Guru Chandal Yoga: શું છે ગુરુ ચાંડાલ યોગ યુતિની અસર? 22 એપ્રિલ બાદ આ જાતકોએ રહેવું સતર્ક

Guru Chandal Yoga: શું છે ગુરુ ચાંડાલ યોગ યુતિની અસર? 22 એપ્રિલ બાદ આ જાતકોએ રહેવું સતર્ક

ગુરુ ચાંડાલ યોગ 2023

Guru Chandal Yoga: કુંડળીમાં હાજર દરેક ગ્રહ સમયના અંતરાલ પછી પોતાની રાશિ બદલી નાખે છે. ગ્રહોના આ રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર શુભ અસર જોવા મળે છે. સાથે જ તેની અશુભ અસર પણ કેટલીક રાશિઓ પર જોવા મળે છે. ગ્રહોની આ ગોહકાર અને યુતિના કારણે દેશવાસીઓને તેનો લાભ અને નુકસાન બંને મળે છે. એપ્રિલ મહિનામાં રાહુ અને ગુરુનો સંયોગ બની રહ્યો છે. જેના કારણે ગુરુ ચાંડાલ યોગ બનશે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં માન્યતા છે કે કોઈ એક ગ્રહ બીજી રાશિમાં જાય છે તો એને એ ગ્રહનું ગોચર કહેવામાં આવે છે, તમામ ગ્રહ એક નિશ્ચિત સમય અંતર પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. ગ્રહોના ગોચરથી અલગ-અલગ રાશિઓ પર અસર જોવા મળે છે. હિન્દુ પંચાંગ અનુસાર એપ્રિલ મહિનામાં ગુરુ અને રાહુની યુતિ થવાની છે. વર્તમાન સમયમાં રાહુ મેષ રાશિમાં છે. 22 એપ્રિલના રોજ ગુરુ પણ મીન રાશિ છોડીને મેષ રાશિમાં જશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને રાહુની યુતિને ગુરુ ચાંડાલ યોગ કહેવામાં આવે છે. ગુરુ ચાંડાલ યોગ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમપ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

ગુરુ-ચાંડાલ યોગની શું અસર થશે

વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં ગુરુ ગ્રહને શુભ અને રાહુ ગ્રહને અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો બંને ગ્રહ એક જ રાશિમાં આવે તો તે અશુભ અસર કરનાર માનવામાં આવે છે. આ યોગ લગભગ તમામ રાશિઓ પર નકારાત્મક અસર કરે છે.

આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્યએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, જાણો રાશિચક્રની તમામ રાશિઓ પર શું થશે અસર

ગુરુ ચાંડાલ યોગના કારણે લોકોના મનમાં નકારાત્મક લાગણીઓ આવવા લાગે છે. વિશ્વ અર્થતંત્રમાં પણ મંદી જોવા મળી રહી છે. સમાજ અને પરિવારમાં એકલતાની લાગણી જન્મે છે.

આ પણ વાંચો: રાહુ-કેતુની ઉંધી ચાલ, આ રાશિના જાતકોના જીવનમાં લાવશે મુશ્કેલી



આ લોકોને ભારે પડશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રાશિના લોકોની કુંડળીમાં ગુરુ અથવા રાહુ નકારાત્મક અસર આપે છે. આ યોગ બધા માટે અશુભ રહેશે. આવા લોકોએ ભવિષ્યમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આવા લોકોનો બિનજરૂરી ખર્ચ વધી શકે છે. આવકના સ્ત્રોત ઓછા થઈ શકે છે. આ સિવાય આવા લોકોને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
First published:

Tags: Dharm Bhakti, Guru Gochar