Home /News /dharm-bhakti /Guru Chandal Yoga: રાહુ-ગુરુની યુતિથી બનશે ગુરુ-ચાંડાલ યોગ, 6 મહિના સુધી રહેવું પડશે સાવધાન, કરો આ ઉપાય
Guru Chandal Yoga: રાહુ-ગુરુની યુતિથી બનશે ગુરુ-ચાંડાલ યોગ, 6 મહિના સુધી રહેવું પડશે સાવધાન, કરો આ ઉપાય
મેષ રાશિમાં ગુરુ-ચાંડાલ યોગ
Guru Chandal Yoga in Aries: ગુરુ ગ્રહ 23 એપ્રિલના રોજ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં રાહુ ગ્રહ પહેલેથી જ બિરાજમાન છે અને 30 ઓક્ટોબર સુધી મેષ રાશિમાં ગોચર કરશે. આ બંને ગ્રહની યુતિથી ગુરુ-ચાંડાલના યોગનું નિર્માણ થશે. જે લોકોની કુંડળીમાં આ યોગ બનશે, તે લોકો માટે આવનારો સમય મુશ્કેલીભર્યો હશે.
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનથી અનેક શુભ અને અશુભ અસરો સર્જાય છે. વૈદિક શાસ્ત્રમાં ગ્રહની ચાલ અને ગોચરનું મહત્ત્વ છે. ગુરુને તમામ દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે અને જ્ઞાન, કામ અને ધનનો કારક માનવામાં આવે છે. ગુરુ ગ્રહ 23 એપ્રિલના રોજ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં રાહુ ગ્રહ પહેલેથી જ બિરાજમાન છે અને 30 ઓક્ટોબર સુધી મેષ રાશિમાં ગોચર કરશે. આ પરિસ્થિતિમાં ગુરુ અને રાહુ ગ્રહ 6 મહિના સુધી એક જ રાશિમાં સાથે રહેશે. આ બંને ગ્રહની યુતિથી ગુરુ-ચાંડાલના યોગનું નિર્માણ થશે. જે લોકોની કુંડળીમાં આ યોગ બનશે, તે લોકો માટે આવનારો સમય મુશ્કેલીભર્યો હશે. આ સમયે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શેરબજારમાં રોકાણ કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે.
નકારાત્મકાતામાં વૃદ્ધિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની કુંડળીમાં ગુરુ ચાંડાલનો યોગ બનતો હોય તે જાતકોના જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે. તે લોકોની સમજણમાં ઘટાડો થવા લાગે છે. આ યોગના કારણે લોકો ગુનાહિત કાર્યો કરવા લાગે છે. જે લોકો પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હોય તેઓ આ સમય દરમિયાન સાચા કે ખોટાનો ભેદ કરી શકતા નથી.
ગુરુ ચાંડાલના યોગથી મુક્તિ મેળવવા માટે ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. આ કારણોસર હનુમાન ચાલીસાના પાઠ કરો.
નોંધ- આ લેખમાં અપાયેલી જાણકારીની વિશ્વસનીયતાની કોઈ ગેરંટી નથી. જ્યોતિષિઓ, પંચાંગ, પ્રવચનો, ધાર્મિક માન્યતાઓ, ધર્મગ્રથ તથા અન્ય વિભિન્ન માધ્યમોમાંથી આ જાણકારી મેળવવામાં આવી છે. વાંચકોએ આ જાણકારીનો સમજી વિચારીને ઉપયોગ કરવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર