Home /News /dharm-bhakti /GURU ASTA 2023: આ ત્રણ રાશિના લોકો સાચવીને રહેજો! ગુરુના અસ્તના કારણે સંકટના વાદળો
GURU ASTA 2023: આ ત્રણ રાશિના લોકો સાચવીને રહેજો! ગુરુના અસ્તના કારણે સંકટના વાદળો
guru asta saturn astrology
ASTROLOGY: ગુરુ લગભગ એક મહિના સુધી અસ્ત રહેશે. જેના કારણે બધી જ રાશિ પર નાની મોટી અસર જોવા મળશે. જોકે, ત્રણ રાશિ એવી છે કે જેને આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.
માનવ જીવન પર ગ્રહો અને નક્ષત્રોનો સીધો પ્રભાવ પડે છે. ત્યારે ગુરુ ગ્રહ મીન રાશિમાં અસ્ત થઈ ગયો છે. ગુરુના અસ્ત થવાના કારણે તમામ શુભ કાર્યો પર રોક લાગી ગઈ છે. હવે આગામી તારીખ 31 એપ્રિલની આસપાસ ગુરુ ઉદય થશે. ત્યારબાદ ફરીથી શુભ કાર્યો થઈ શકશે. ગુરુ લગભગ એક મહિના સુધી અસ્ત રહેશે. જેના કારણે બધી જ રાશિ પર નાની મોટી અસર જોવા મળશે. જોકે, ત્રણ રાશિ એવી છે કે જેના જાતકોએ આ સમયગાળા દરમિયાન ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે.
કુંભ
ગુરુનું અસ્ત થવું કુંભ રાશિના જાતકો માટે વધુ હાનિકારક હોઈ શકે છે. કારણકે કુંભ રાશિમાં ગુરુ ધન અને વાણીના સ્થાનમાં અસ્ત થયો છે. તેથી આ સમય દરમિયાન તમારા પૈસા ક્યાંક ફસાય શકે છે. તેથી આ સમયમાં કોઈને ઉધાર આપવાનું ટાળો. આ સમય દરમિયાન તમારે વાણી પર પણ કાબુ રાખવો પડશે. કોઈને ઠેસ ન પહોંચે તેવી રીતે વાત કરવાની રહેશે. ઓફિસમાં કોઇની સાથે આ કારણે ઝઘડો થઇ શકે છે. તમારા નજીકના સંબંધીઓ સાથેના તમારા સંબંધો બગડી શકે છે. તેથી દલીલો ટાળો. બીજી તરફ ડાયાબિટીસ કે થાઇરોઇડથી પીડિત જાતકોને કેટલીક સમસ્યાઓ થઇ શકે છે.
મીન
મીન રાશીના જાતકો માટે પણ આ સમય અનુકૂળ નથી. કારણ કે ગુરુ તમારી લગ્ન ભાવમાં અસ્ત થયો છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ સાથે જ સ્વાસ્થ્યની બાબતમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે. ખભા અને કમરમાં દુ:ખાવાને કારણે તમારા કામ પર અસર પડશે. બીજી તરફ જીવનસાથીને લઈને કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. આ જાતકોની આર્થિક સ્થિતિ પણ થોડી નબળી રહેશે અને તમારા હાથથી બિનજરૂરી ખર્ચા વધારે થશે. આ સાથે જ ગુરુના અસ્ત હોવાના સમયગાળામાં ભાગીદારીના કામનો વિચાર માંડી વાળો શનિની સાડાસાતી પણ તમારા પર શરૂ થઈ ગઈ છે, તેથી આ સમયે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
ગુરુનો અસ્ત કન્યા રાશિના જાતકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી રાશિથી સાતમા ઘરમાં છે. તેથી આ સમયમાં વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની દલીલમાં ન પડવું વધુ સારું છે. આ દરમિયાન તમને કેટલાક ખર્ચા પણ આવી શકે છે. તમારી ઈચ્છા ન હોવા છતાં આ ખર્ચા કરવા પડશે. આ સમય દરમિયાન નવા કામ કરવાથી બચો. અવિવાહિત જાતકોએ આ સમયમાં લગ્ન માટે વધુ રાહ જોવી પડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર