Home /News /dharm-bhakti /Gudi Padwa 2023: હિન્દુ નવું વર્ષ ગુડી પડવો આજે, બની રહ્યા છે 4 રાજયોગ, 6 રાશિઓની ચમકશે કિસ્મત

Gudi Padwa 2023: હિન્દુ નવું વર્ષ ગુડી પડવો આજે, બની રહ્યા છે 4 રાજયોગ, 6 રાશિઓની ચમકશે કિસ્મત

ગુડી પડવો 2023

Gudi Padwa 2023: ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. ગુડી પડવો આજે એટલે કે 22 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસથી ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. ગુડી પડવાના દિવસે 4 રાજયોગ બની રહ્યા છે, જે ઘણી રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાના છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: વિક્રમ સંવંત 2028ની શરૂઆત 22 માર્ચ એટલે આજથી થઇ ગઈ છે(હિન્દી માસ અનુસાર). ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવ વર્ષની શરૂઆત થઇ જાય છે, જેને ગુડી પાડવોના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વિક્રમ સંવંતને પિંગલ નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ ગણના અનુસાર, આ વર્ષના રાજા બુધ અને મંત્રી શુક્રને માનવામાં આવે છે. આ બંને ગ્રહ મળીને આ વિક્રમ સંવંતને સુખદ અને શુભ ફળદાયી બનાવવાના છે. આ વર્ષે કઈ રાશિને શુભ પરિણામ મળશે આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે દિલ્હીના નિવાસી જ્યોતિષી આચાર્ય પંડિત આલોક પંડ્યા.

આ સંવતનો રાજા બુધ રહેશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને વેપાર અને બુદ્ધિનો કર્તા માનવામાં આવે છે. વ્યાપારીઓને આ વર્ષે જબરદસ્ત ફાયદો થઈ શકે છે. વેપારમાં જબરદસ્ત લાભ થશે. કળા, ગણિત, કારીગરી, બેંકિંગ, લેખક અને ચિકિત્સા ક્ષેત્રે લાભ થશે. આ વર્ષે ચક્રવાત અને ભારે વરસાદની સંભાવના છે. પ્રાણીઓને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો:  ગ્રહોના સંયોગો સાથે 22 માર્ચથી ચૈત્ર વરાત્રિનો પ્રારંભ, દેવીમાની આરાધના કરવાથી થશે શુભ ફળની પ્રાપ્તિ

શુક્ર સંવતનો પ્રધાન રહેશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ગ્રહને વૈભવ, શાહી જીવનશૈલી, વૈભવ, ધન, ઐશ્વર્યનો ગ્રહ માનવામાં આવે છે. મીડિયા, ફિલ્મ જગત, ફેશન, લક્ઝરી વસ્તુઓ, મનોરંજનની દુનિયા સાથે જોડાયેલા લોકોને આ સંવતમાં વધુ લાભ મળવાની સંભાવના છે. આ વર્ષે મહિલાઓનો ધ્વજ લહેરાશે. મહિલાઓ સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. આ સાથે લોકોમાં બીમારીઓને લઈને ભયનો માહોલ રહેશે.

હિન્દુ નવા વર્ષની શરૂઆત ખૂબ જ શુભ બની રહી છે. આ દિવસે 4 રાજયોગની રચના થઈ રહી છે. પ્રથમ ગજકેસરી, બીજો બુધાદિત્ય યોગ, ત્રીજો નીચભંગ અને ચોથો હંસ રાજ યોગ. આજે (22 માર્ચ) શુક્લ અને બ્રહ્મ યોગ પણ બની રહ્યો છે.

આ પણ વાંચો: પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રી પૂજા, ધન-ધાન્ય અને યશની થશે પ્રાપ્તિ, જાણી લો મંત્ર-વિધિ



આ રાશિઓ પર પડશે પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગજકેસરી, બુધાદિત્ય યોગ, નીચભંગ અને હંસ રાજ યોગ બનવાના કારણે મેષ, તુલા, વૃષભ, ધન, મકર અને કુંભ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં પ્રગતિ, આર્થિક બળ અને વૃદ્ધિની સંભાવનાઓ છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. વ્યાપારીઓ માટે આ વર્ષ ઘણું લાભદાયક છે. બીજી તરફ મિથુન, કન્યા, વૃશ્ચિક, સિંહ, મકર અને મીન રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર પરિણામો લઈને આવી રહ્યું છે.-
First published:

Tags: Dharm Bhakti, Gudi padwa