Home /News /dharm-bhakti /Griha Pravesh Muhurat 2023: નવા વર્ષમાં ગૃહ પ્રવેશ માટે આ તિથિઓ છે શુભ, એક ક્લિકે જુઓ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની લિસ્ટ
Griha Pravesh Muhurat 2023: નવા વર્ષમાં ગૃહ પ્રવેશ માટે આ તિથિઓ છે શુભ, એક ક્લિકે જુઓ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની લિસ્ટ
જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની શ્રેષ્ઠ તારીખો અને શુભ મુહુર્ત
Griha Pravesh Muhurat 2023: જો તમે આવનારા વર્ષમાં નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ લિસ્ટમાંથી ગૃહ પ્રવેશ માટે કોઈપણ શુભ દિવસ પસંદ કરી શકો છો.
Griha Pravesh Date, Time and Shubh Muhurat 2023 : દરેક વ્યક્તિના જીવનમાં એક ઈચ્છા હોય છે કે તેનું પોતાનું સપનાનું આશિયાનું, પોતાનુ ઘર હોય. આવી સ્થિતિમાં, જ્યારે પણ આ સપનું પૂરું થાય છે, ત્યારે દરેક વ્યક્તિ કલ્પના કરે છે કે તેના દ્વારા બનાવેલા ઘરમાં સુખ- શાંતિ અને સમૃદ્ધિ રહે. આવી સ્થિતિમાં, જો તમે આ વર્ષે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે ગૃહ પ્રવેશ માટે શુભ દિવસો જુઓ. શુભ મુહૂર્તમાં ઘરમાં પ્રવેશ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંચાર થાય છે.
સનાતન ધર્મમાં ગૃહ પ્રવેશને એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યોમાં ગણવામાં આવે છે. આ કાર્ય માટે શુભ મુહુર્ત અને દિવસનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે પણ આવતા વર્ષ 2023 માં નવું ઘર ખરીદવા જઈ રહ્યા છો, તો જ્યોતિષ પંચાંગમાં ઉલ્લેખિત ગૃહ પ્રવેશ માટે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની આ શ્રેષ્ઠ તારીખો અને શુભ મુહુર્ત નોંધી લો.