Griha Pravesh 2023: હિન્દુ ધર્મમાં કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં શુભ મુહૂર્ત હોવું જરૂરી છે. ધાર્મિક માન્યતા અનુસાર, શુભ સમયમાં કોઈ કાર્ય કરવામાં આવે તો તે કોઈપણ અવરોધ વિના સફળ થાય છે. એટલા માટે કોઈ પણ શુભ કાર્ય પહેલા શુભ મુહુર્ત પસંદ કરવામાં આવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લગ્ન, મુંડન અને ગૃહ પ્રવેશ સહિતના શુભ કાર્યો થશે.
દરેક વ્યક્તિ જ્યારે પોતાના સપનાનું ઘર બનાવે છે, ત્યારે તે શુભ સમયમાં પોતાના નવા ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે. નવા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે તે માટે સારા સમયમાં ગૃહ પ્રવેશ જરૂરી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિ પોતાની કુંડળીમાં યોગ બને ત્યારે જ પોતાનું ઘર ખરીદી શકે છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અનેક શુભ કાર્યો થશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કેટલાક ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અને દિશાના પ્રભાવને કારણે જાતકની કુંડળીમાં ઘર ખરીદવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં નવું ઘર ખરીદ્યા પછી ગૃહ પ્રવેશની વિધિ શુભ સમયે પૂર્ણ થાય છે, તો તે શુભ હોય છે. હવે કમુર્તા 14 જાન્યુઆરીએ ખતમ થઈ ગયા છે અને શુભ કાર્યો શરૂ થઈ ગયા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ગૃહ પ્રવેશ સહિત અનેક શુભ કાર્યો થશે.
વર્ષ 2023માં છે કુલ 35 શુભ મુહૂર્ત
હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2023માં કુલ 35 શુભ મુહૂર્ત છે અને ગૃહ પ્રવેશ સહિત અન્ય શુભ કાર્યો આ મુહૂર્તમાં કરી શકાય છે. અહીં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ગૃહ પ્રવેશ કઈ તારીખે થઈ શકે તે અંગે માહિતી આપવામાં આવી છે.