Home /News /dharm-bhakti /Grah Gochar: આ મહિને ત્રણ મોટા ગ્રહો કરશે ગોચર, આ રાશિના જાતકોના જીવનમાં થશે હલચલ

Grah Gochar: આ મહિને ત્રણ મોટા ગ્રહો કરશે ગોચર, આ રાશિના જાતકોના જીવનમાં થશે હલચલ

ગ્રહોનું ગોચર

Grah Gochar 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાશિમાં ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડશે. રાશિ પરિવર્તન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિને વૃશ્ચિક રાશિમાં થશે આ ગ્રહો ગોચર, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે.

    નવેમ્બર મહિનામાં અનેક ગ્રહોનું ગોચર એટલે કે રાશિમાં પરિવર્તન થયું છે. આ મહિનામાં ત્રણ મોટા ગ્રહો એક જ રાશિમાં ગોચર કરશે. આ ગોચર શુભ ફળ આપનાર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ગતિનો પ્રભાવ તમામ રાશિઓના જીવનમાં બનતી ઘટનાઓ પર પડે છે. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તે તમામ રાશિના લોકોના જીવનને અસર કરે છે. દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે પોતાની રાશિ બદલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 11 નવેમ્બરે શુક્ર ગ્રહ, 13 નવેમ્બરે બુધ ગ્રહ અને 16 નવેમ્બરે સૂર્ય ગ્રહ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. એક જ રાશિમાં આ ગ્રહોનું ગોચર તમામ 12 રાશિઓને અસર કરશે. કેટલીક રાશિઓ પર તેની અશુભ અસર પડશે, જ્યારે કેટલીક રાશિઓ માટે આ સંક્રમણ ભાગ્યને તેજ કરશે. આવો જાણીએ આ ગ્રહ ગોચર વખતે કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે.

    કર્ક

    કર્ક રાશિના જાતકો માટે નોકરી અને વ્યવસાય માટે શુભ સમય છે. તમને કામમાં સફળતા મળશે અને વિવાહિત જીવન સુખી રહેશે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સૂર્યનું સંક્રમણ લાભદાયક રહેશે.

    સિંહ

    સિંહ રાશિના લોકો માટે વૃશ્ચિક રાશિમાં શુક્રનું ગોચર સુખ-સમૃદ્ધિ લાવી શકે છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે, આ રાશિના લોકોને પણ બુધનો સહયોગ મળશે. તમે નવું મકાન અથવા વાહન ખરીદી શકો છો. સૂર્યદેવનું ગોચર વેપારમાં લાભ લાવી શકે છે.

    આ પણ વાંચો: Rashi Parivartan: જાન્યુઆરી સુધીમાં આ પાંચ રાશિઓ પર કૃપા વરસાવશે શનિ દેવ, ધન-સંપત્તિથી ભરાઈ જશે તિજોરી

    તુલા

    તુલા રાશિના ગોચરથી લોકોને લાભ થઈ શકે છે, આવક વધી શકે છે. બુધ ગ્રહના ગોચરને કારણે તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો.

    વૃશ્ચિક

    વૃશ્ચિક રાશિના લોકો આ સમયગાળામાં પારિવારિક સંબંધોમાં મધુરતા વધારશે. નોકરી શોધી રહેલા લોકોને શુભ પરિણામ મળી શકે છે, આત્મવિશ્વાસ વધશે.

    આ પણ વાંચો: Chandra Grahan 2022: આ બે રાશિઓ માટે ખુશખબર લઇને આવશે ગ્રહણ, ખરાબ અસરથી બચવા કરો આ ઉપાય

    મીન

    મીન રાશિના લોકો માટે લેવડદેવડ માટે સમય શુભ છે. આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સૂર્યના ગોચર દરમિયાન તમને સફળતા મળશે.



    મિથુન

    મિથુન રાશિના લોકોને ધન પ્રાપ્ત થશે, જેનાથી નાણાકીય બાજુ મજબૂત થશે. તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે. તમારા કામની પ્રશંસા થશે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Grah Gochar 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन